થેલેસેમીયા મેજર એક આનુવંશીક રોગ છે: ડો. ફાલ્ગુની જોષી
વોકહાર્ટ હોસ્પિટલના પેથોલોજીસ્ટ ડો. ફાલ્ગુનીબેન જોષીએ માહિતી આપતા જણાવેલ હતુ કે દર વર્ષની ૮મી મે ઈન્ટરનેશનલ થેલેસેમીયા ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ થેલેસેમીયાના દર્દીઓ અને તેમના વાલીઓને સમર્પિત કરવામા આવે છે કે જેઓએ તેમના થેલેસેમીયા સાથે જન્મેલા બાળકોનાં જીવન માટેની આશા ગુમાવેલ નથી.
ભારતમાં અંદાજે ૩.૪% લોકોને થેલેસેમીયા માઈનર છે. પ્રસિધ્ધ અભિનેતા અમિતાભ બચ્ચનને પણ થેલેસેમીયા માઈનર છે. દર વર્ષે ભારતમાં અંદાજે ૭૦૦૦ થી ૧૦૦૦૦ બાળકો થેલેસેમીયા મેજર રોગ લઈને જન્મે છે. આધુનીક સારવાર પધ્ધતિ અને દવાની મદદથી થેલેસેમીંયા મેજર ધરાવતા બાળકો પણ સ્વસ્થ જીવન જીવી શકે છે. થેલેસેમીયા મેજરનો કાયમી ઈલાજ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન છે જે અત્યંત ખર્ચાળ હોય છે. તેમજ થેલેસેમીયા માઈનર કોઈ રોગ નથી. તેની સારવારની પણ જર નથી હોતી. પરંતુ થેલેસેમીયા મેજર રોગ ધરાવતા બાળકનો જન્મ અટકાવવા માટે થેલેસેમીયા માઈનર વ્યકિતના લગ્ન થેલેસેમીયા માઈનર વ્યકિત સાથે ન થાય તે હિતાવહ છે તેમણે વિશેષમાં જણાવેલ છે કે થેલેસેમીયા મેજર રોગ વિશે જાગૃતિ ફેલાવવી લગ્ન પહેલા દરેક છોકરા અને છોકરીનો થેલેસેમીયા ટ્રસ્ટ અચુક કરાવવો. થેલેસેમીયા મેજર બાળકો માટે અવારન વાર રકતદાન કરવું થેલેસેમીયા મેજર બાળકોને દવા માટે આર્થિક સહાય કરવી જોઈએ.
તથા ડો. ફાલ્ગુની જાનીએ જણાવેલ હતુ કે થેલેસેમીયા મેજર એક આનુવંશિક રોગ છે. તેમાં દર્દીનું હિમોગ્લોબીન ઓછુ થઈ જાય છે. કારણ કે દર્દીની અસ્થિરમજજામાંથીપૂરતા પ્રમાણમાં રકતકર બનતા નથી હિમોગ્લોબીન રકતકણમાં રહેલ એક પ્રોટીન છે. જે શરીરના બધા અવયવો સુધી ઓકિસજનનું વહન કરે છે. થેલેસેમીયા મેજર દર્દીનું હિમોગ્લોબીન એટલુ બધુ ઓછુ થઈ જાય છે કે તેને વારંવાર લોહી ચડાવવું પડે છે. આથી તેના શરીરમાં આયર્ન લોહતત્વ વધી જવાથક્ષ આયર્ન ચીલેશન થેરપી આપવી પડે છે. જો આરીતે દર્દીની સારવાર કરવામાં ન આવે તોદર્દીને જીવનું જોખમ ઉભુ થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com