સ્વદેશ ૧૦૦ પ્રતિશત મહિલાઓ માટે હસ્તકલા ગારમેન્ટ બ્રાન્ડ ગુજરાત યુનિવસીટી ક્ધવેન્શન સેન્ટરમાં યોજાયેલા ત્રિદિવસીય ફાર્મ યુ ફેશન પ્રદર્શનમાં સૌના આકષણનું કેન્દ્ર બની હતી. રિલાયન્સ ટ્રેન્ડસ દ્વારા આ ફેશન બ્રાન્ડને ગુજરાતમાં પ્રથમ વખત રજુ કરાયું છે. સ્વદેશ અત્યાર સુધીમાં દશ શહેરોનાં રિલાયન્સ ટ્રેન્ડસના સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. આ બ્રાન્ડને અમદાવાદમાં દિવાળી પછી રજુ કરવામાં આવશે. આ પ્રદર્શન ઇન્ડિયન ટેકસટાઇલ ગ્લોબલ સમિટનો એક ભાગ છે. જેનું આયોજન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને મસ્કતી ફલોય મર્ચન્ટ મહાજન દ્વારા કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય વાણિજય તથા ઉઘોગ મંત્રી ડો. સુરેશ પ્રભુએ ગઇકાલે સમીટના ઉદધાટન બાદ સ્વદેશ બ્રાન્ડના વસ્ત્રોનું નિરીક્ષણ કર્યુ હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી. દ્વારા ફાર્મ ટુ ફેશન થીમ આધારીત પ્રદર્શન અને સમીટને સ્પોન્સર કરવામાં આવ્યું હતું.
ડો. સુરેશ પ્રભુ સાથે કેન્દ્રીય કૃષિ તથા ખેડુત કલ્યાણ રાજયમંત્રી પરષોતમ રુપાલા, મુખ્યમંત્રી વિજય રુપાણી, તથા અન્ય મહાનુભાવોએ રિલાયન્સ ટ્રેન્ડસના સ્ટોલમાં સ્વદેશ બ્રાન્ડના ઉત્પાદનોને ઉત્સાહપૂર્વક નિહાળ્યા હતા. સ્વદેશ બ્રાન્ડના ઉત્પાદનો ભારતના વિવિધ પ્રદેશોની હસ્ત કલાઓ આવરી લઇને તૈયાર કરવામાં આવ્યો છે. રાજસ્થાની બગરુ તથા દાબ પ્રિન્ટ, બિકાનેર ઇમ્બ, બાડમેર એપલીક બિહારમાંથી ભાગલપુર સીલ્ડ ટશર, મટકા અને ગીચા ગુજરાતમાંથી અજરક પ્રિન્ટ, કચ્છી એમ્બ્રોડરી અને ખાદી ઉત્તરપ્રદેશમાંથી લખનઉ ચિકનકારી અને વારાણસી કટવર્ક, પશ્ર્ચિમ બંગાળમાંથી લિનન અને બેંગાલ કોટન, મઘ્યપ્રદેશમાંથી ચંદેરી અને મહેશ્ર્વરી અને આંધ્રપ્રદેશમાંથી કલમકારી ઇકત અને મંગલગીરી વગેરે કળાઓને સ્વદેશ બ્રાન્ડમાં આવરી લેવામાં આવી છે.
ટુંકમાં સ્વદેશ બ્રાન્ડના ઉત્૫ાદનો ભારતીય સંસ્કૃતિના મૂલ્યાોને વર્ણવે છે ભલે તે ટેકસટાઇલ હોય કે પછી તેને લગતા સાધનો સ્વદેશ બ્રાન્ડ ભારતીય સંસ્કૃતિના મૂલ્યને સમજતી બુઘ્ધિશાળી સર્જનાત્મક તથા સ્વતંત્ર મહીલાઓને નજર સમક્ષ રાખીને તૈયાર કરવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com