મવડી ચોક સ્તિ શિક્ષાપત્રી કામાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિત
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટના મવડી ચોક સ્તિ સ્વામિનારાયણ મંદિરની શિક્ષાપત્રી કાથામાં ઉપસ્તિ રહયા હતા.
આ પ્રસંગે ઉપસ્તિ સ્વામિનારાયણ ભક્તોને પોતાના વતનનું એક તળાવ સ્વખર્ચે ઉંડુ કરાવવા અને રાજયસરકારના અભિયાનમાં શ્રમદાન કરવા મુખ્યમંત્રીએ હ્રદયપૂર્વકનો અનુરોધ કર્યો હતો. રાજયસરકારના જળ સંગ્રહ અભિયાનને આ પ્રવૃત્તિી અનેરો વેગ મળશે, એવો વિશ્વાસ પણ રૂપાણીએ આ તકે વ્યક્ત કર્યો હતો.
સમગ્ર મે માસ દરમ્યાન રાજયભરમાં ૩૪ નદીઓ અને ૧૧ હજાર તળાવો ઉંડા કરવા માટે રાજયસરકારે આદરેલા ભગીર પ્રયત્નોની સિલસિલાબંધ વિગતો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના વકતવ્યમાં વણી લીધી હતી. પાણીના એક-એક ટીપાંને સંઘરીને ગુજરાતને પાણીદાર બનાવવાની જહેમતમાં સામેલ વા મુખ્યમંત્રી રૂપાણીએ ભાવિકજનોને ટકોર કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતે સાધેલ પ્રગતિ માટે વોટબેંકની નહિં, પરંતુવિકાસની રાજનીતિને પ્રેરક પરિબળ ગણાવી હતી. અને આ કાર્યમાં જનસમુદાયના સક્રિય સહયોગની આકાંક્ષા ઉચ્ચારી હતી.
ખેતી-ઉદ્યોગો-રોજિંદા વપરાશ વગેરે માટે જરૂરી પાણી રાજયની જનતાને પૂરૂં પાડવા માટે રાજયસરકાર શકય તમામ પ્રયત્નો કરી છુટશે, એવો પુનર્ઘોષ પણ રૂપાણીએ કર્યો હતો. અને કાયદો-વ્યવસની પરિસ્થિતિ જાળવવાની રાજય સરકારની કાર્યશૈલીમાં જનતાના સહયોગની અપેક્ષા માગી હતી. પાણીના દુર્વ્યયને અટકાવી પાણીના સંસાધનોનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવા પર પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભાર મુકયો હતો.
સ્વામિ વિશ્વ વલ્લભદાસજીએ તા કાના યજમાનોએ મુખ્યમંત્રીને શાલ, સાફો, સન્માનપત્ર તા સ્મૃતિચિહ્ન એનાયત કર્યા હતા. સનિક રહીશો તા ભક્તોએ મુખયમંત્રીનું ફૂલોના વિશાળ હારી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભા.જ.પ.અધ્યક્ષ કમલેશભાઇ મિરાણી, અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રીમતિ અંજલિબેન રૂપાણી તા મોટી સંખ્યામાં સ્વામિનારાયણ ભક્તો ઉપસ્તિ રહયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com