નવરંગ નેચર કલબનું જળ બચાવો અભિયાન
જમીનમાં પાણી ઉતરાવા માટે ખેડુતોને શોષ ખાડા નિર્માણનો અનુરોધ કરતાં વી.ડી. બાલા
નવરંગ નેચર કલબ દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઉતારવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત નાના ખેડુતોને કલબ દ્વારા શોષ ખાડા બનાવવા માટે સહાય આપવામાં આવી રહી છે. જેમાં શોષ ખાડામાં નિર્માણ પાછળ થતાં ખર્ચની અડધી રકમ નવરંગ નેચર કલર ભોગવશે. આ ઝુંબેશની વિશેષ વિગત આપવા કલબના પ્રમુખ વી.ડી.બાલા, કાતિભાઇ ભૂત, નરેન્દ્ર વાઘેલા, નરેશ નકુમ, સંદીપ ભંડેરી, જયંતિભાઇ પટેલ અને અર્જુનભાઇ ડાંગરે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
પૃથ્થી ઉપર ૧ ટકા પીવા લાયક પાણી છે જે ભૂર્ગભમાં અને ડેમમાં, તળાવોમાં આવેલું છે. એટલે પાણીએ પૃથ્વી ઉપરનું અમૃત છે. પાણીનો વિવેક ભર્યો ઉપયોગ કરતાં આવડી જાય તેવા હેતુથી નવરંગ નેચર કલબ દ્વારા આ વર્ષે વરસાદી પાણી ધરતીમાં ઉતારવાની એક મોટી ઝુબેશ લોક ભાગીદારી કરવાની છે. ખેડુત પોતાના ખેતરના શેઢે કે બાજુમાં આવેલી પડતર જમીનમાં ૨૦ બાય ર૦ બાય પ ફુટનો ખાડો કરી તેને નકામા પથ્થરોથી બુરી દઇએ અથવા એક બાજુ ઢાળ આપીએ તો ચાલે. આવા ખાડા જે ખેડુતો કરવા ઇચ્છતા હોય તેને માર્ગદર્શન આપવામાં આવશે. ગામ લેવલે નાના સિંમાંત ખેડુતોને આ શોષ ખાડામાં થતાં ખર્ચમાં ૩૦૦૦ સુધી યોગદાન નવરંગ નેચર કલબ તરફથી આપવામાં આવશે. આવા શોષ ખાડાઓ ૨૦૧૫ શરુ કરેલ છે. અને તેના પરિણામો ખુબ જ સારા મળ્યા છે. એટલે કે ભૂર્ગભ જળમાં વધારો થયો છે.
ખેડુતો પોતાના કુવામાંથી અથવા બોરમાંથી આખું વર્ષ વૈજ્ઞાનિક રીતે પાણી ખેચ્યાં જ કરે છે. પરંતુ જમીનમાં ઉતારવાનું કામ કરતાં નથી વરસાદી પાણી ધરતીમાં ઉતારવા માટે ૧ ખેડુત માત્ર ૬૦૦૦/- નો ખર્ચ કરે તો જમીનમાં પાણીના લેવલમાં ઘણો નોંધપાત્ર સુધારો થઇ શકે છે. વરસવાદ પાણીને સામુહિક રીતે ભૂર્ગભમાં ઉતરવાની કામગીરી હાથ ધરવાની છે ત્યારે ઉત્સાહી ખેડુતો આગળ આવે તેવો અનુરોધ છે.
ઔઘોગિક સંસ્થાઓ કે અન્ય સંસ્થાઓ પોતપોતાના વિસ્તારમાં આ કામગીરી કરવા ઇચ્છતા હોય તો અમે નિ:સ્વાર્થ માર્ગદર્શન પણ આપવામાં આવશે. વરસાદી પાણીને ધરતીમાં ઉતારવું તે અત્યારના સમય મુજબ ખુબ જ જરુરી અને પવિત્રકામ છે વધુ વિગતો માટે નવરંગ નેચર કલબ નિલકંઠ પાર્ક, જે/૩/૨ શાળા નં. ૮૦ની બાજુમાં, નિલકંઠ ટોકીઝ પાછળ, કોઠારીયા રોડ, રાજકોટ તેમજ વી.ડી. બાલા મો. નં. ૯૪૨૭૫ ૬૩૮૯૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com