૨૦૧૭માં રાજયમાં પ્રથમ વખત ધરોઈ ડેમ ખાતે વડાપ્રધાન મોદીના સી-પ્લેન લેન્ડીંગ બાદ સૌરાષ્ટ્રમાં સી-પ્લેન પોર્ટની ઉજળી તકો જોતા સોમનાથ અને દ્વારકાનાં દરિયાકિનારે સી-પ્લેન પોર્ટ બનાવવા સિવિલ એલિબેશન ડાયરેકટોરેટ જનરલ દ્વારા ટેકનિકલ સર્વે હાથ ધરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
નાગરિક ઉડયન વિભાગ દ્વારા રાજયમાં સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે સી-પ્લેન પોર્ટ બનાવવા ટેકનીકલ શકયતા ચકાસવા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
જેમાં દ્વારકા અને સોમનાથના દરિયાકાંઠાનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું નાગરીક ઉડ્ડયન વિભાગનાં ટેકનિકલ સલાહકાર કેપ્ટન ઈરશાહ અહેમદે જણાવ્યું હતું.
રાજય સરકાર દ્વારા નવી દરિયાઈ પ્રવાસન નીતિ અંતર્ગત સી-પ્લેન પોર્ટ માટે દરખાસ્ત કરી છે જે અન્વયે ડીજીસીએ દ્વારા સોમનાથ-દ્વારકાનો દરિયાકાંઠો સી-પ્લેન માટે અનુકુળ હોવાનો સર્વેમાં સુર વ્યકત કરાયો હતો. જોકે સી-પ્લેન પોર્ટ માટે અમદાવાદનાં સાબરમતી રીવરફ્રન્ટનો સમાવેશ કરવા માંગ ઉઠી હતી.
પરંતુ અમદાવાદ એરપોર્ટ નજીકમાં હોય ટ્રાફિકને લઈ સાબરમતી રીવરફ્રન્ટમાં સી-પ્લેન પોર્ટ બની શકે તેમ ન હોવાનું ડીજીસીએના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com