અં-૧૪ અને અં-૧૯ ભાઈઓમાં રાજકોટ લાઈન બોય તેમજ અં.૧૯ બહેનોમાં મોરબીની ટીમે બાજી મારી
મોરબીમાં વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ તથા નાલંદા વિદ્યાલયના સહયોગથી યોજાયેલ ઓપન ગુજરાત ઈન્ટરસ્કૂલ ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અં-૧૪ ભાઇઓ તથા અં -૧૯ ભાઇઓ -બહેનો ની સુપર સેવન ફુટબોલ સ્પર્ધા યોજાઈ હતી.ગુજરાતભર માથી કુલ ૨૮ભાઈઓ ની ટીમ તેમજ બહેનો મા કુલ ૪ ટીમ મળી ૩૨ ટીમો એ ભાગ લીધો હતો .
આ ફૂટબોલ સ્પર્ધામાં અલગ અલગ જિલ્લાઓમાં થી આવેલા ખેલાડીઓને રહેવા ની સગવડતા વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ મા કરવામાં આવી હતી, અને મેદાન ની વ્યવસ્થા નાલંદા વિદ્યાલય મા કરવામાં આવી હતી.આ ત્રણ દિવસ ની ફૂટબોલ સ્પર્ધામાં ખેલાડી ઓ એ પોતાની ક્ષમતા મુજબ રમત નુ પ્રદર્શન કર્યું હતું,
પરંતુ ફાઈનલ મેચ મા અં-૧૪ ભાઈઓમા રાજકોટ ની લાઈન બોય ટીમ ચેમ્પિયન થઇ હતી,અને રાજકોટ રેલવે ની આર. ડી. એસ. એ.ટીમ રનર્સ અપ થયેલ હતી. અં-૧૯ ભાઈઓ મા પણ રાજકોટ પોલીસ લાઈન ની લાઈન બોય ટીમ ચેમ્પિયન બની હતી સામે જામનગર ની એન. સી. એફ. સી. ટીમ રનર્સ અપ બનેલ હતી. ટુર્નામેન્ટમાં અં-૧૪ ભાઈઓમા ફાઇનલ મેચ મા મેન ઓફ ધ મેચ લાઈન બોય ના જેસીંગ ને, બેસ્ટ પ્લેયર્સ ઓફ ટુર્નામેન્ટ માટે રાજકોટ લાઈન બોય ટીમ ના આર્યન શેખ તેમજ બેસ્ટ ગોલ કીપર તરીકે લાઈન બોય ના જ અરનશદ જોખ્યા ને નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટી ગામી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
અં-૧૯ ભાઈઓની સ્પર્ધામા બેસ્ટ પ્લેયર્સ માટેનો એવોર્ડ જામનગર ના કરણ ને અને મેન ઓફ ધ મેચ માટે નો એવોર્ડ રાજકોટ લાઈન બોય ના દાસ ને એનાયત કરવામાં આવ્યો હતો,બહેનો ની સ્પર્ધા મા ફાઈનલ મેચમાં મોરબી ની ટીમ વિજેતા બની હતી, અને ગાંધીધામ ની બહેનો ની ટીમ રનર્સ અપ બનેલ હતી. ચેમ્પિયન્સ તેમજ રનર્સ અપ ટીમ ને ટ્રોફી તેમજ મોમેન્ટો સેન્ટ મેરી સ્કૂલ ના પ્રિન્સીપાલ ફાધર ના હસ્તે આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવામાં મોરબી ફુટબોલ કોચ મુસ્તાક સુમરા તેમજ સબાસ્ટીયન જોય સાથે વાંકાનેર ના સિનીયર પ્લેયર્સ એ ખુબ જહેમત ઉઠાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com