આજે સવારે સાતેક વાગ્યાની આસપાસ વીરપુર ગામના મુખ્ય રસ્તા પર ૧૧ કેવીનો વીજ વાયર એક વીજ થાંભલા પર શોટ સર્કિટ થયા બાદ તૂટીને નીચે પડતા મુસાફરોથી ચોવીસેય કલાક ભરાયેલ રહેતા આ રસ્તા ભર એબીસી કેબલ તૂટવાને કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી કેબલ તૂટવાની સાથે જ સ્થાનિક વેપારીએ પીજીવીસીએલને જાણ કરતા પાવર બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ પાવર બંધ કર્યાને ત્રણ કલાક બાદ પણ કોઈ રીપેરીંગ કરવા માટે ન આવતા વેપારીઓ તેમજ સ્થાનિકો ભારે રોષે ભરાયા હતા.
અને આ વીજ વાયર આવી રીતે જ પડ્યો રહશે અને ક્યાંક અજાણતા પાવર ચાલુ કરી દેવાશે થતો ગંભીર અકસ્માત સર્જાશે તેવી ભીતિ સેવી રહ્યા હતા જેથી વેપારીઓએ ફરીથી પીજીવીસીએલને જાણ કર્યા બાદ તેની ટીમ આવીને કેબલ રિપેર કરતા વેપારીઓ તેમજ સ્થાનિકોમાં હાશકારો થયો હતો આમ પીજીવીસીએલ દ્વારા ચાર કલાક સુધી જમીન પર પડેલ વીજ વાયર રિપેર ન કરીને ગંભીર બેદરકારી દાખવી હોવાની વેપારી આલમેં ફરીયાદ કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com