ધ્રાગધ્રા સબજેલ જ્યારથી કાયઁરત છે ત્યારથી જ વારંવાર ચચાઁમા આવી રહી છે. તેવામા ધ્રાગધ્રા સબજેલ વધુ પડતી પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઝડપાવાના કિસ્સામાટે ખુબજ પ્રકાશમા આવી ચુકી છે ત્યારે હાલમાજ ધ્રાગધ્રા સબજેલમા 3 કાચાકામના કેદીઓ દારુ પીધેલી હાલતમા ઝડપાયા હતા જોકે સાથોસાથ આ ત્રણ કેદીઓમાના એક પાસેથી મોબાઇલ પણ ઝડપાયો હતો ત્યારે વારંવાર અહિ આવી ઘટનાઓ બનવા પાછળ જેલનુ તંત્ર જ જવાબદાર ગણી શકાય છે તેવામા આ ઘટના બનતા જેલ પ્રસાશનના પોલીસગાડઁ ભુખુભા રાણા પર ગંભીર આક્ષેપો થવા લાગ્યા છે.
જેમા કેટલાક કેદીઓ દ્વારા જણાવાયુ છે કે આ પોલીસગાડઁ જ અન્ય કેદીઓ માટે પ્રતિબંધીત ચીજવસ્તુઓની આપ-લે કરવા માટે જવાબદાર છે. જ્યારે પ્રતિબંધીત ચીજ-વસ્તુઓ ઝડપાતા આ પોલીસકમીઁ દ્વારા બીજા કેદીઓને હેરાન પરેશાન કરવામા આવે છે અને કેદીઓને પુરતી પાણીની વ્યવસ્થા પણ નથી કરવામા આવતી ત્યારે ધ્રાગધ્રા સબજેલના કેદીઓ દ્વારા જેલના પોલીસ ગાડઁ ભીખુભા રાણા પર કેદીઓના સ્વજનો પાસે મુલાકાત બદલ લેણદેણ કયાઁ બાદ જ મુલાકાત કરવા દેતા હોવાનો આક્ષેપ પણ થયો હતો જેના વિરોધ્ધમા ધ્રાગધ્રા સબજેલના કેટલાક કેદીઓ દ્વારા ઉપવાસ આંદોલનો શરુ કયાઁ હતા.
આ બાબતની જાણ ધ્રાગધ્રા મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓને થતા ડીવાયએસપી સહિતનો સ્ટાફ તુરંત સબજેલમા પહોચી ગયો હતો બાદમા મામલતદાર તથા ડે.કલેક્ટર દ્વારા દરેક આંદોલનકારી કેદીઓને સમજાવાયા હતા મહામહેનત બાદ તેઓની માંગ પુરી કરવાની બાહેધરી આપ્યા બાદ આંદોલનકારી કેદીઓએ પારણા કયાઁ હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com