જો તમે પણ એ લોકામાંથી છો જે દવા પાણીની સાથે નહીં પરંતુ જ્યુસની સાથે લે છે અને વિચારે છે કે આવું કરવું વધારે ફાયદાકારક હશે તો તમને જણાવી દઇએ કે આ ખતરનાક સાબિત થઇ શકે છે.
હકીકતમાં જ્યુસ સાથે દવા લેવામાં દવાની અસર ઓછી થઇ જાય છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મહાસચિવ અને એચસીએફઆઇના અધ્યક્ષ ડો કે.કે. અગ્રવાલના જણાવ્યા અનુસાર દ્રાક્ષનો જ્યુસ શરીરમાં કેટલીક દવાઓને સૂકાવવાની ક્ષમતા ઓછી કરી દે છે. તો બીજી બાજુ નારંગી અને સફરજનનો જ્યુસ પણ દવાઓને સૂકવી દે છે. જેનાથી એની અસર ઓછી થઇ જાય છે. એક અભ્યાસ પરી જાણવા મળ્યું કે દ્રાક્ષનો રસ બ્લડ ફ્લોમાં જનારી દવાઓની માત્રાને ઓછી કરી દે છે.
સંશોધન અનુસાર દ્રાક્ષ, નારંગી અને સફરજનનો રસ કેન્સરની દવાઓમાં એન્ટીબાયોટિકની અસર ઓછી કરી દે છે. સંશોધન દરમિયાન જ્યારે એલર્જીની દવા સાદા પાણી અને દ્રાક્ષ સાથે લેવામાં આવી તો જાણવા મળ્યું કે દ્રાક્ષના રસની સાથે દવા લેનારા લોકો પર દવાની અસર અડધી જ થઇ. હકીકતમાં ફળોના રસમાં રહેલા તત્વ દવાને સૂકાવવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે પાણી સાથે દવા લેવી સુરક્ષિત હોય છે. એક ઘૂંટાની જગ્યાએ એક ગ્લાસ પાણી લેવું સારું રહે છે. કારણ કે એ દવાને ઓગાળવામાં મદદ કરે છે. ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી વધારે સારું રહે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,