કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે મોદીએ આજે કર્ણાટકના ગડગમાં બીજી રેલીને સંબોધી. આ રેલીમાં મોદીએ કહ્યું, “અહીંયા કુદરતી સ્ત્રોતોમાં થઇ રહેલા ઘટાડાની કોંગ્રેસને કોઇ પરવા નથી. જ્યાં સુધી તેમના નેતાઓના ખિસ્સા ભરેલા છે, ત્યાં સુધી તેઓ ખુશ છે. તેઓ કર્ણાટકના જંગલોમાં પણ ભ્રષ્ટાચારની તકો જોવે છે. ભ્રષ્ટાચાર એ કોંગ્રેસના અસ્તિત્વની ચાવી છે.” આ પહેલા ટુમકુરૂની રેલીમાં મોદીએ કહ્યું કે, “કોંગ્રેસ દરેક ચૂંટણીમાં ગરીબ-ગરીબ કરતી રહે છે. કોંગ્રેસ ફક્ત આ જ માળા જપીને દર વખતે ચૂંટણી જીતવાની કોશિશ કરે છે. ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે ગરીબોને મૂર્ખ જ બનાવ્યા છે.” ઉલ્લેખનીય છે કે મોદી શનિવારે ચાર રેલીઓને સંબોધિત કરશે.
Congress uses foul language for Yeddyurappa Ji, makes baseless allegations against him ignoring his age, contribution to society and experience in politics. Yeddyurappa Ji used to visit houses of poor people & Congress mocked that too. This was an insult of the poor: PM Modi pic.twitter.com/z5vovXIyiM
— ANI (@ANI) May 5, 2018
કોંગ્રેસમાં ટેન્ડર સિસ્ટમ ચાલે છે- ગડગમાં મોદી
In 2007 in Goa, while seeking votes for Congress Sonia Gandhi made a speech on the waters of Mahadayi in which she had said that she’d ensure that #Karnataka doesn’t get Mahadayi’s water, had Siddaramaiah known about that speech he would not have misled people: PM Modi in Gadag pic.twitter.com/fgGiDxxljV
— ANI (@ANI) May 5, 2018
મોદીએ કહ્યું કે, “તમને ક્યારેય વિચાર આવ્યો છે કે કોંગ્રેસને ટિકિટની વહેંચણીમાં આટલો સમય કેમ લાગે છે? એટલા માટે, કારણકે તેમને ત્યાં ટિકિટ માટે ટેન્ડર સિસ્ટમ છે. ત્યાં સીએમ બનવા માટે પણ ટેન્ડર સિસ્ટમ છે. જે કોઇ દિલ્હીમાં સૌથી વધુ નાણા મોકલે છે તેને કોંગ્રેસમાં સીએમ પદ મળે છે.”ગોવામાં 2007માં કોંગ્રેસ માટે વોટ્સ માંગવા ગયા હતા તે દરમિયાન, સોનિયા ગાંધીએ મહાદાયી નદીના પાણી અંગેની એક સ્પીચમાં કહ્યું હતું કે તેઓ એ વાત સુનિશ્ચિત કરશે કે કર્ણાટકને મહાદાયીના પાણી ન મળે. જો સિદ્ધારમૈયાને આ સ્પીચ અંગે માહિતી હોત તો તેમણે લોકોને ગેરમાર્ગે ન દોર્યા હોત.”
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com