જિલ્લા પંચાયત ખાતે ડબલ્યુએચઓ ટીમની અધ્યક્ષતામાં વર્કશોપ યોજાયો: આરોગ્ય કર્મચારીઓને અપાયું માર્ગદર્શન
રાજકોટ જિલ્લાના ૯ માસી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને રૂબેલા અને મિઝ્લ્સ વેક્સિન અપાશે
રાજકોટ જિલ્લામાં આગામી તા.૧લી જુલાઈ મિઝલ્સ અને રૂબેલા રસીકરણ કેમ્પનો પ્રારંભ કરવામાં આવશે. સરકારના આદેશ અનુસાર પોલીસ અભિયાનની જેમ જ મિઝલ્સ અને રૂબેલા રસીકરણ અભિયાન પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ અંગે કર્મચારીઓને માર્ગદર્શન આપવા માટે જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
મિઝલ્સ અને રૂબેલા રોગની નાબૂદી માટે સરકારે ૧લી જુલાઈ ખાસ કેમ્પનું આયોજન કર્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં મિઝલ્સ અને રૂબેલા કેમ્પ યોજાનાર છે. જેમાં જિલ્લાના તમામ ૯ માસી ૧૫ વર્ષ સુધીના બાળકોને મિઝલ્સ અને રૂબેલા એમ બે વેકસીન આપવામાં આવશે. આ કેમ્પનો આગામી ૧લી જુલાઈી પ્રારંભ કરવામાં આવશે.
આ કેમ્પને લઈને જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્લ્ડ હેલ્ ઓર્ગેનાઈઝેશનની બે સભ્યોની ટીમ આરોગ્ય કર્મચારીઓને માર્ગદર્શન આપવા માટે હાજર રહી હતી. ડબલ્યુએચઓના ગુજરાતના લાયઝનીંગ ઓફિસર ડો.અમોલ ભોસલેએ વર્કશોપમાં ઉપસ્તિ આરોગ્ય કર્મચારીઓને મિઝલ્સ અને રૂબેલા વેકસીન અંગેની તમામ માહિતી પ્રદાન કરી હતી. આ વર્કશોપમાં જિલ્લા આરોગ્ય અધિકારી ભંડેરી, પી.ડી.મેડિકલ કોલેજના પિડીયાટ્રીકસ વિભાગના હેડ, આઈએએમના અધિકારી, આઈસીડીએસ વિભાગના અધિકારીઓ, રોટરી કલબ અને લાયન્સ કલબના સેક્રેટરી, તાલુકા આરોગ્ય અધિકારીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓની ઉપસ્થિત રહી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com