વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પૂર્વ નેતા ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીની મુખ્યમંત્રીને લેખીતમાં રજૂઆત
રાજકોટની શાન સમી જનાના હોસ્પિટલનું બિલ્ડીંગ ન તોડવા માટે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પૂર્વ નેતા ગાયત્રીબા વાઘેલા તથા અતુલભાઈ રાજાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખીતમાં રજૂઆત કરી છે.
રાજકોટ મહાનગરપાલીકામાં આવેલ વર્ષો જુના ઐતિહાસીક ધરોહરોને દૂર કરી જુના રજવાડા, નવાબો, અને દાનેશ્ર્વરીઓ દ્વારા બનાવવામાં આવેલ ઐતિહાસીક ઈમારતોને દૂર ન કરવા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ માંગણી છે. રાજકોટની મુળ ધરોહર ને ખતમ કરવાની કોઈકની ચાલ હોયતેવું દેખાય છે.
અગાઉ સૌરાષ્ટ્રમાં શિક્ષણનો પાયો નાખનાર બાર્ટન ટેનિંગ કોલેજનું ત્રીકોણ બાગ પાસે આવેલ ભવ્ય મકાન તોડી નખાયું હતુ આઝાદી કાળે ભદ્રવર્ગ જયાં સંધ્યા ગાળતો એ કોઠી ફુવારા તોડી પડાયા હતા. તાજેતરમાં રોડ કલબનું ઐંતિહાસીક મહાન દૂર કરી બહુમાળી ભવન અન્યત્ર જમીન ઉપલબ્ધ હોવા છતા બનાવાયું છે. મોટી ટાંકી દૂર કરાઈ અને હવે રાંદરડા તળાવ બોટકલાસને દૂર કરવાના કાવતરા પણ ચાલી રહ્યા છે.
ભારતીય મહિલાઓની મર્યાદાનું જેમાં અને મહત્વ છે. તેવી રાજકોટમાં આવલે અને જુનાગઢ સ્ટેટે જેને મહિલાઓ અને બાળકોના મૃત્યુંદર ઘટાડવા તેમજ મહિલાની મર્યાદા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી જેતે સમયે લાખો રૂપીયાનો ખર્ચ કરી મહિલાઓને મફત સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી જનાના હોસ્પિટલની સ્થાપના કરી હતી આ હોસ્પિટલમાં નાત જાતના અમીર ગરીબના ભેદભાવ વિના મહિલાઓની સારવાર થતી હતી જેને સમયે અગ્રેજ લેડી ડોકટર્સ પણ બોલાવાયેલ હતા.
રાજકોટની આવી હેરીટેજમાં આવી જતી હોસ્પિટલની બિલ્ડીંગ નેસ્ત નાબુદ કરવાનાં અમુક લોકોના પ્રયત્નોને મુખ્યમંત્રી તરીકે સફળ થવા ન દેતા તેવી કોંગ્રેસે માંગણી કરીછે. આબિલ્ડીંગમાં કોનું આર્થિક હિત સંકળાયેલ છે તેની ખબર નથી પરંતુ રાજકોટના વતની છો. ગુજરાતના મુખ્યમંત્રી છો ત્યારે કોંગ્રેસની માંગણી છે તે લોકોની છે આ બિલ્ડીંગમાં મદ્રાસના કેવેન્ડર જાતીનાં લોકોએ ઘડેલા કલાત્મક ચુનાના બેલા બનાવી આ બિલ્ડીંગમાં વાપર્યા છે
.તેમજ બર્માટીક સાગ જે લાકડાની દુનિયામાં મોંઘામાં મોઘુ લાકડુ કહેવાય તેવા આજની બજાર કિમંતમાં કરોડો રૂપીયાનું બર્માટીક સાગનું લાકડા ઉપર કોની નજર છે આ શિવાય હોસ્પિટલ નવી બનાવવી હોય તો જમીન નજીકમાં જ ઉપલબ્ધ છે.
ત્યાં નવુ હોસ્પિટલ બનાવશો રાજકોટના અને સૌરાષ્ટ્રમાંથી આવતા બેનોને પણ સારવાર મળશે અને આનંદ પણ થશે તો જનાના હોસ્પિટલ બંધ ન થાય તેવી આપનેવિનંતી વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા તથા પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા અને અતુલભાઈ રાજાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરીછે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com