છેલ્લા ૩ થી ૪ દિવસથી વિદ્યાર્થીઓ હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓની ધરપકડની માગ કરી રહ્યા છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માંથી પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસવીર હટાવવાના મામલે શુક્રવારે કેમ્પસમાં વિવાદ વધુ ભડક્યો હતો. ધરણાં પર બેઠેલા વિદ્યાર્થીઓએ પત્રકારોને બોલાવી તેમની સાથે મારપીટ કરી હતી. ઘટનાના વીડિયોમાં બે વખત ફાયરિંગ થતું દેખાય છે.
પોલીસે બહુ મુશ્કેલીથી પત્રકારોને બચાવ્યા હતા. એક મીડિયાકર્મીએ જણાવ્યું કે તેમને બચાવવા માટે કોઇ પોલીસમેને ફાયરિંગ કર્યું હતું. વિદ્યાર્થીઓ હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓની ધરપકડની માગ કરી રહ્યા છે. વધુ માં આજરોજ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આ અંગે અલીગઢના સરકારી તંત્ર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
શુક્રવારે યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે “મોહમ્મદ અલી ઝીણા દેશના દુશ્મન હતા. કોઇ પણ ભારતીયના મનમાં આવા દુશ્મન માટે કોઇ સ્થાન રહ્યું નથી અને રહેશે પણ નહીં.”
એએમયુના બાબ એ સૈયદ ગેટની પાસે ધરણાં પર બેઠેલા વિદ્યાર્થીઓએ ત્યાં જ જુમાની નમાજ અદા કરી હતી. યુનિવર્સિટીના શિક્ષકો અને વહીવટી વિભાગના લોકો પણ તેમાં સામેલ હતા. હાલની સ્થિતિ જોતા વધુ પોલીસને ઉતારી દેવાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com