ચૈમ્પિયન્સ લીગ ૨૦૧૮માં લિવરપુલ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે.જેને પગલે ગઇકાલે ટુર્નામેન્ટમાં ઇટલીની ક્લબ એ.એસ. રોમાને ૭-૬ થી પરાજય આપીને ૧૧ વર્ષ બાદ અને કુલ બીજી વાર ચૈમ્પિયન્સ લીગની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. લિવરપુલ છેલ્લે વર્ષ ૨૦૦૭માં પહેલીવાર ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં પહોંચી હતી.
૨૭ મેના રોજ યોજાનારી ફાઇનલમાં લિવરપૂલનો સામનો છેલ્લી બે સિઝનથી ચેમ્પિયન બનેલી રિયલ મેડ્રિડ સામે થશે. રિયલ મેડ્રિડે જર્મનીની ફૂટબોલ ક્લબ બાયર્ન મ્યુનિચને કુલ ૪-૩થી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. સેક્ધડ લેગમાં એએસ રોમાએ ૪-૨થી વિજય મેળવ્યો હતો પરંતુ ફર્સ્ટ લેગમાં લિવરપૂલે રોમા સામે ૫-૨થી જીત મેળવી હતી જેને કારણે કુલ ૭-૬થી વિજય મેળવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે.
ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ લિવરપૂલ અને સ્પેનિશ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડની ટીમ વર્ષ ૧૯૮૧માં યુરોપિયન લીગની ફાઇનલમાં ટકરાઈ હતી જેમાં લિવરપૂલનો ૧-૦થી વિજય થયો હતો. આમ, તે વખતે યુરોપિયન લીગ નામ હતું જેને ૧૯૯૩ બાદ ચેમ્પિયન્સ લીગ નામ અપાયું છે.
લિવરપૂલે ચેમ્પિયન્સ લીગની આ સિઝનમાં ૨૦ અવે ગોલ કર્યા છે અને સૌથી વધુ ગોલના રિયલ મેડ્રિડના રેકોર્ડની બરાબરી કરી હતી. રિયલ મેડ્રિડે ૨૦૧૩-૧૪માં ૨૦ અવે ગોલ કર્યા હતા. આ ઉપરાંત લિવરપૂલે ચેમ્પિયન્સ લીગની આ સિઝનમાં કુલ ૪૦ ગોલ કર્યા હતા અને આ સિદ્ધિ મેળવનાર ત્રીજી ટીમ બની છે. આ પહેલાં બાર્સેલોનાએ ૧૯૯૯-૨૦૦૦માં ૪૫ ગોલ કર્યા હતા જ્યારે રિયલ મેડ્રિડે ૨૦૧૩-૧૪માં ૪૧ ગોલ કર્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,