પ૦૦ લોકો માટે બેઠક નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરાઇ પરંતુ હાજર રહ્યા માત્ર ૪૦ લોકો, ખેડુતોને આમંત્રણ જ ન અપાયું
ધોરાજી ના માર્કેટીંગ યાર્ડ માં જીલ્લા વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટ દ્વારા ગ્રામ સ્વરાજ અંતર્ગત કિસાન કલ્યાણ મહોત્સવ ૨૦૧૮ મા તંત્રનાં અધિકારીઓ હાજર હતા પરંતુ ખેડુતોની પાંખી હાજરી જણાતા કાર્યક્રમનો હેતુ સીધ્ધ થયો ન હતો ધોરાજી નાં માર્કેટીંગ યાર્ડ ખાતે કિસાન કલ્યાણ મહોત્સવમાં ચારસો જેટલી ખુરશીઓ અને નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ પરંતુ આ મહોત્સવ માં ખેડુતો ની પાંખી હાજરી જોવાં મળી હતી ત્યારે ત્યા આવેલ ખેડુતો માં પણ રોષ જોવાં મળ્યો હતો
આ કાર્યક્રમ ની ખેડુતોને જાણ જ કરાઈ ન હતી અને આમંત્રણ પણ અપાયા ન હતા જેથી આયોજકો પર માછલાં ધોવાયા હતાં ઓછી સંખ્યાને લીધે નાસ્તા ભોજન નો બગાડ થયો હતો અને કાર્યક્રમ નિષ્ફળ રહ્યો હતો કાર્યક્રમમાં પધારેલા અમુક ખેડુતો અને આયોજકો વચ્ચે શાબ્દિક ચકમક થતા ધોરાજી નાં પ્રાંત અધિકારીએ મધ્યસ્થી બનીને ને મામલો થાળે પાડ્યો હતો આયોજકો ની બેદરકારીને લીધે કાર્યક્રમને સફળતા ન મળતા તંત્ર ને હજારો રૂપિયા નું આંધણ થયુ હતુ ભાજપના તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ રાજુભાઈ વી. ડાંગરે જણાવેલ કે રાજ્ય સરકારનો આવો ખેડૂત લક્ષી કાર્યક્રમ હોય જેમાં સાડાત્રણસો ખુરશી રાખવામાં આવેલ હોય જે ખુરશીઓ ખાલી રહીછે અહીં પાંચસો લોકો માટે નાસ્તા અને ભોજનની વ્યવસ્થા હતી જેમાં ચાલીસ વ્યક્તિઓએ નાસ્તો કર્યો હતો કોઇપણ ખેડૂતને આ બાબતની જાણ નથી
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,