પંજાબનાં લુધિયાણામાં ૨૦૧૭માં આરએસએસના નેતાની હત્યા બાદ શીખોને ગુમરાહ કરનાર ખાલીસ્તાન ચળવળે ફરી માથુ ઉંચકયું હોવાનું એનઆઈએની તપાસમાં બહાર આવ્યું છે. આરએસએસના નેતા રવિન્દ્ર ગૌસેન હત્યા કેસમાં મોહાલીમાં ખાસ કોર્ટ સમક્ષ ચાર્જ સીટ ફાઈલ કરાયું છે. જેમાં ખાલીસ્તાન ચળવળ ફરી શરૂ થયાનો ધડાકો કરવામાં આવ્યો છે. પંજાબનાં આરએસએસના અગ્રણી નેતા રવિન્દ્ર ગૌસેન હત્યા કેસમાં તપાસ કરી રહેલ એનઆઈએ બ્રિટીશ નાગરીક જગતારસિંહ જોહલ સહિત ૧૧ લોકોને ઝડપી લઈ ૧૨૦૦ પાનાનું ચાર્જસીટ દાખલ કર્યું છે. મોહાલીની સ્પેશિયલ કોર્ટમાં જજ અનસુલ બેરી સમક્ષ રજુ થયેલ ચાર્જસીટમાં બ્રિટીશ નાગરિક જગતારને કાવતરૂ ઘડવા બદલ કલમ ૧૨૦ (બી), હેઠળ આરોપી બનાવાયો છે.
એનઆઈએએ ચોંકાવનારી વિગતો રજુ કરતા જણાવ્યું હતું કે, આરએસએસના નેતાની હત્યાનું કાવતરૂ ખાલીસ્તાન લીબરેશન ફોર્સના ચીફ હરમીન્દરસિંઘ મીન્ટોની આગેવાનીમાં ફ્રાન્સમાં ૨૦૧૩માં મળેલી બેઠકમાં ઘડી કઢાયું હતું અને હત્યાકાંડની હારમાળા સર્જવા મીન્ટોએ ૨૦૧૬-૧૭માં જેહાલે મીન્ટોને ૩૦૦૦ બ્રિટીશ પાઉન્ડ આપ્યા હોવાનું પણ એનઆઈએની તપાસમાં ખુલ્યું છે. જોકે તપાસનીસ એજન્સીએ ગૌસેન હત્યા કેસમાં બ્રિટીશ નાગરીક તાલજીતસિંહ ઉર્ફે જીમીને પુરાવાને અભાવે છોડયો હતો પરંતુ આ કેસમાં વધુ ચાર આરોપીઓ કે જેના તાર સીધા જ પાકિસ્તાની આતંકવાદી સંસ્થા આઈએસઆઈ સાથે જોડાયેલા છે અને ખાલીસ્તાન ચળવળમાં સંડોવાયેલી હરમીતસિંઘ ઉર્ફે પીએચડી કે જે રાષ્ટ્રીય સ્તર સંગતના અગ્રણી રૂલ્દાસિંઘની હત્યામાં સંડોવાયેલ હોવાથી ઝડપી લેવા કાર્યવાહી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬-૧૭માં થયેલી અન્ય હત્યાઓના તાર પણ ખાલીસ્તાન ચળવળ સામે જોડાયેલા હોય આર.એસ.એસ.ના નેતાની હત્યા કેસ બાદ અનેક મોટા ખુલાસા થયા છે અને કેન્દ્રની મંજુરી મળ્યે વધુ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરનાર છે. એન.આઈ.એ.એ કોર્ટને જણાવ્યું હતું કે, ટ્રાયલ દરમિયાન ૧૭૨ સાક્ષીઓને રજુ કરશે. જેમાં ૨૫ લોકોને રક્ષણ આપવા માંગણી કરશે. કારણકે તેઓ જીવના જોખમમાં છે અને આ પ્રકરણમાં વિદેશથી મોટાપાયે ભંડોળ બેંકોમાં ટ્રાન્સફર થયાનું પણ જણાવાયું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,