રબારી યુવા ગ્રુપ દ્વારા કોઠારીયા ચોકડી, સહજાનંદ હોલ, રામનગર ખાતે યુપીએસસી, અને જીપીએસસીની તૈયારી માટે કોચીંગ કલાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ હ્યા છે. રહેવા જમવા અને અભ્યાસની સંપૂર્ણ સુવિધા નજીવા દરે ઉપલબ્ધ છે. રબારી સમાજના મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ તેનોલાભ લઈ રહ્યા છે. આ કોચીંગ કલાસમાં આપણી સામાજીક ફરજ વિષય ઉપર સામાજીક અગ્રણી રાજુભાઈ જુંજાનું વકતવ્ય યોજાયું હતુ. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતુ કે દરેક નાગરીકની સામાજીક ફરજ એ છે કે પોતાના કામકાજમાંથી તોડો સમય કાઢી બીજાને ઉપયોગી બનવું અને તમારા જીવનકાળ દરમિયાન તમનેઉપયોગી થયેલાને હંમેશા યાદ રાખવા જોઈએ.
રબારી યુવા ગ્રુપનાં સભ્યો જગાભાઈ સાંબડ, વિજયભાઈ ખટાણા, ગોવિંદભાઈ ખટાણા, ઘનશ્યામભાઈ સાંબડ, કચરાભાઈ સાંબડ, ઘનશ્યામભાઈ ખાભલા, જીવણભા, સાંબડ, હિતેષભાઈ સાંબડ, અજયભાઈ ખાંભલા, વગેરે સભ્યોએ યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો સમયનો બચાવ થાય તે માટે એક જ સ્થળે રહેવા જમવાની તથા અભ્યાસની વ્યવસ્થા કરી છે. આઈ ડેર એકેડેમીનાં પરેશભાઈ સરસીયાના માર્ગદર્શન હેઠળ દરેક વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com