છેલ્લી ઘડીએ બસની ફાળવણી ઘટાડી દેતા કોર્પોરેશનના અધિકારીઓમાં દોડધામ.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના હસ્તે સેક્ધડ રીંગરોડ ખાતે નિર્માણાધીન રેસકોર્સ-૨માં તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીનો આરંભ કરવામાં આવનાર છે. સી.એમ.ના કાર્યક્રમમાં માનવ મેદની એકત્રિત કરવા માટે મહાપાલિકા દ્વારા એસ.ટી.નિગમ પાસે ૭૦ બસની માંગણી કરવામાં આવી હતી. દરમિયાન એસ.ટી.નિગમે છેલ્લી ઘડીએ રોન કાઢી છે અને ૭૦ના બદલે માત્ર ૫૦ બસની ફાળવણી કરતા કોર્પોરેશનમાં ભારે દોડધામ મચી જવા પામી છે.
મુખ્યમંત્રીના કાર્યક્રમમાં માનવ મેદની એકત્ર કરવા માટે મહાપાલિકા દ્વારા એસ.ટી.નિગમ પાસે ૭૦ બસની માંગણી કરવામાં આવી હતી ત્યારે એસ.ટી.ના અધિકારીઓએ પુરતા પ્રમાણમાં બસની ફાળવણી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. આજે સવારે એસ.ટી.ના અધિકારીઓએ કોર્પોરેશનને એવી જાણ કરી હતી કે, સીએમના આવતીકાલના કાર્યક્રમ માટે એસ.ટી.નિગમ દ્વારા ૭૦ બસ નહીં પરંતુ ૫૦ બસ જ ફાળવવામાં આવશે. જેનાથી કોર્પોરેશનમાં ભારે દોડધામ મચી જવા પામી છે. દરેક વોર્ડમાંથી લોકોને રેસકોર્સ-૨ ખાતે લઈ જવા માટે ૫૬ બસની આવશ્યકતા છે. આ ઉપરાંત કોર્પોરેશનના કર્મચારીઓ અને આંગણવાડીના વર્કરોને લઈ જવા માટે વધારાની ૧૫ થી ૨૦ બસની આવશ્યકતા છે ત્યારે એસ.ટી.છેલ્લી ઘડીએ હાથ ઉંચા કરી દેતા હવે અધિકારીઓ શાસકોના શરણે આવી ગયા છે અને ખાનગી સ્કૂલોમાં હાલ વેકેશન ચાલી રહ્યું હોય ખાનગી સ્કૂલના સંચાલકોને શાસકો બસ ફાળવવા માટે મજબુર કરે તેવા મતલબની પણ રજુઆત અધિકારીઓ દ્વારા પદાધિકારીઓને કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,