શિયાળો હોય કે ઉનાળો ડોક શરીરનો એવો ભાગ છે જ્યાં હમેશા મેલ જમા થતો હોય છે જેના કારણે ત્યની ચામડીમાં પણ કાળાશ જમા થાય છે . જેને દૂર કરવી મુશ્કેલ બને છે ત્યારે કેટલાક ઘરગઠું ઉપચાર વિષે વાત આકરીશુ જેનાથી ડોકની એ કાળાશને દૂર કરી શકાય….
લીંબુ…
લીમબી એક કુદરતી બ્લીચિન્ગ છે. તેની મદદથી ડોકમાં જમા થયેલી કાળાશને સરળતાથી ડૂયર કરી શકાય છે. જેના માટે લીંબુના રસમાં ગુલાબજળ મિક્સ કરી તેને સરખ્કિ રીતે ગાળા પર લગાવો અને આખી રાત તેને એમને એમ રાખો. સવારે ઊઠીને ડોકને પાણીથી સાફ કારી લો. નિયમિત રૂપથી એવું કરવાથી થોડા જ દિવસોમાં તમને ફર્ક દેખાશે.
લીંબુ અને મધ
લીંબુ અને મધનો સાથે ઉપયોગ કરી શકાય છે. જેના માટે લીંબુના રાસમાં મધ મિક્સ કરી તે મિશ્રણને અડધા કલાક માટે ડોક પર લગાવી રાખો. અને તેને સાફ કર્યા પહેલા ત્યાં મસાજ કરો અને પછી પછી પાણીથી સાફ કરો.
કાકડી
આ ઉપરાંત તમે કાકડીનો પણ ઉપયોગ કરી શકો છો ડોકનો કાળાશ દૂર કરવા માટે . જેના માટે કકડીને ખમણી લો અને તેમાં ગુલાબજળ ઉમેરી ડોક પર લગાવો.ત્યારબાદ દસ મિનિટ રાખી તેને સાફ કરી લો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com