પોલીસે લુખ્ખાગીરી કરનાર વિજયને રવાપર રોડ સહિતના વિસ્તારમાં ફેરવ્યો
રાજકોટમાં રહેતા મૂળ મોરબીના લોહાણા યુવાનનો ફ્લેટ બળજબરીથી પડાવી લેવા સાટાખત કરવી લઈ લાખો રૂપિયાની રોકડ પડાવી લેનાર મોરબીના ગઠિયા દાદા વિજય રાજેશ વિઠલાણીને પોલીસે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવવાની સાથે સાથે વિજયનું સરઘસ કાઢતા પારકી મિલકત પચાવતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મોરબીના અને હાલ રાજકોટમાં રહેતા રાહુલભાઈ અશ્વિનભાઈ કોટેચા (ઉ.વ.૨૬) એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે મોરબીના વિજય રાજેશ વિઠલાણી અને હિતેશ ગેડિયા નામના બે શખ્સોએ તેઓને માર મારી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ફ્લેટ,ટીવી અને એસી સહિતની ચીજ વસ્તુઓ પડાવી લઇ સાડા છ લાખની રોકડ પડાવી લીધાની ફરીયાદ નોંધવી હતી.
આ મામલે એ. ડિવીઝન ઈન્ચાર્જ પીઆઈ એમ.વી.પટેલે બનાવની ગંભીરતા ધ્યાને લઇ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 383 114 504 506(2) ગુન્હો નોંધી ગણતરીની કલાકોમાં આરોપી વિજય રાજેશભાઈ વિઠલાણીને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ ઉપરાંત પોલીસનું અસ્તિત્વ બતાવવા અને લુખ્ખાગિરી કરતા અન્યોને સબક મળે તે હેતુથી પોલીસે આરોપી વિજયનું શહેરના રવાપર રોડ સહીત ના વિસ્તારોમાં જાહેરમા સરઘસ કાઢી અને માફી પણ મંગાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com