ઈસ્ટ ઝોન કચેરીનો હવાલો સોંપાય તેવી સંભાવના
રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અરૂણ મહેશ બાબુને તાજેતરમાં બદલી કરી દેવામાં આવી છે. જેના સ્થાને તાજેતરમાં રાજય સરકાર દ્વારા પ્રમોશન આપી મોરબી ડેપ્યુટી કલેકટર-૨ની રાજકોટના ડીએમસી તરીકે વરણી કરવામાં આવી છે.
દરમિયાન આજે ડીએમસી તરીકે ચેતન ગણાત્રાએ ચાર્જ સંભાળી લીધો હતો. તેઓને ઈસ્ટ ઝોન કચેરીનો હવાલો સોંપવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.
મહાપાલિકાને ત્રણેય ઝોન કચેરીમાં અલગ-અલગ ડેપ્યુટી કમિશનરની વરણી કરવામાં આવે છે. તાજેતરમાં રાજય સરકાર દ્વારા ડીએમસી અરૂણ મહેશ બાબુની બદલી કરી દેવામાં આવી હતી. તેઓના સ્થાને મોરબી જિલ્લાના ડેપ્યુટી કલેકટર-૨ને બઢતી આપવામાં આવી હતી અને રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુકિત કરવામાં આવી હતી. આજે બપોરે ચેતન ગણાત્રાએ ડીએમસી તરીકેનો ચાર્જ વિધિવત રીતે સંભાળી લીધો હતો. તેઓને ઈસ્ટ ઝોન કચેરીનો હવાલો આપવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે. હાલ સેન્ટ્રલ ઝોન કચેરીના ડીએમસી તરીકે ચેતન નંદાણી અને વેસ્ટ ઝોન કચેરીના ડીએમસી તરીકે ડી.ડી.જાડેજા ફરજ બજાવી રહ્યા છે. અરૂણ મહેશ બાબુની બદલી બાદ ઈસ્ટ ઝોનનો હવાલો ચેતન નંદાણી પાસે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com