પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સેવાકીય પ્રવૃતિ થતી હોય છે. માધાપર ચોકડી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત અને વિવિધ દાતાઓના સહયોગથી ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ વિજયસિંહ ઝાલાએ આકરા તાપમાં પીવાનું પાણીનું પરબ શરૂ કર્યુ છે.
માધાપર ચોકડી ખાતે જામનગર અને મોરબી તરફ જવાનો ટ્રાફિક વધુ રહેતો છે. અને આજુ બાજુમાં પીવાના પાણીની કોઇ વ્યવસ્થા ન હોવાથી રાહદારીને મિનરલ વોટર મળી રહે તે માટે શરૂ કરાયેલા પરબનું પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતના હસ્તે ખુલ્લી મુકવામાં આવ્યું હતુ અને આવા પરબ ગોંડલ ચોકડી અને ગ્રીન લેન્ડ ચોકડીએ બને તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.
ગધેસરના મહંત લાલબાપુની પ્રેરણાથી શરૂ કરાયેલા પરબ માટે દરરોજ ૧૫ થી ૨૦ કેરબા પાણીની વ્યવસ્થા ગાયત્રીધામ સોસાયટી, બાલાજી મંડપ સર્વિસના વિજયભાઇ, ફિલ્ડર પ્લાનના માલિક અમિતભાઇ અને અશ્ર્વિનભાઇ વશિષ્ટનો સહયોગ મળ્યાનું વિજયસિંહ ઝાલાએ જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com