જોડીયા તાલુકામાં પોષણ સપ્તાહ ઉજવણી, મિશન ઇન્દ્રધનુષ કામગીરી માં અમૃતમ કાર્ડ કેમ્પ, વિશ્ર્વ મેલેરીયા દિવસ ઉજવણી આરોગ્ય દિવસ નિદાન કેમ્પ જેવા કાર્યક્રમો યોજાયા હતા.
તાલુકા હેલ્થ ઓફીસર ડો. જે.વી.નળીયાપરા ના માર્ગદર્શન હેઠળ જોડીયા તાલુકાના ભીમકશ ગામે પ્રા. આ.કે. પીઠળના મેડીકલ ઓફીસર ડો. ભાવેશ તથા તાલુકા તમામ આરોગ્ય સ્ટાફ અને આશાબેનોએ કાર્યક્રમોને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.
આ પખવાડીયા દરમ્યાન ભીમકરા ગામે તા. ૩૦-૪ ના સર્વ રોગ નિદાન કેમ્પ માં તાલુકા હેલ્થ ઓફીસર ડો. જે.ડી. નળીયાપરા, મેડીકલ ઓફીસર ડો. ભાવેશ આરબીએસકે મેડીકલ ઓફીસર ડો. રામોલીયા તથા તાલુકા અને પ્રા. આ.કે. પીઠડના તમામ આરોગ્ય સ્ટાફે સેવા બજાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com