રાજકોટ ના કોંગેસના કોર્પોરેટરની રજુઆતો અને તાળાબંધીની ચીમકી બાદ પણ વોર્ડ નં ૧૩ માં વેરા બીલ માં સુધારો ન થતો હોય જેથી રાજકોટના વોર્ડ નંબર 13ના સ્થાનિક લોકો અને કોંગી કોર્પોરેટરએ વેરાબિલ અપડેટ ન થતા હોબાળો કર્યો હતો. આજે સવારે કોંગી કોર્પોરેટર અને સ્થાનિક લોકો દ્વારા વોર્ડ ઓફિસ બહાર દેખાવ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વેરા બિલની વોર્ડ ઓફિસને તાળાબંધી કરવામાં આવી હતી.
વેરા બિલ અપડેટ કરવા ટોકન સિસ્ટમ અને લોકોને ધક્કા ખવરાવતા રોષ
વોર્ડ નં.13ના લોકોને વેરા બિલ અપડેટ કરાવા માટે ટોકન આપવામાં આવે છે. સ્ટાફના અભાવને કારણે ટોકનની સુવિધા આપવામાં આવી છે. પરંતુ છેલ્લા ચારેક દિવસથી રજૂઆતો કરવામાં આવે છે છતાં કોઈ ઉકેલ ન આવતો હોય જેથી વોર્ડ ન ૧૩ ના વેરા બિલ માં સુધારો ન થતો હોય. ધોમધખતા તાપમાં અરજદારોને ધક્કા થઇ રહ્યાં છે. જે કોઇ ધ્યાને નહીં લેતા આજે રોષ જોવા મળ્યો હતો. જેમા વોર્ડ નં. 13ના કોંગેસના કોર્પોરેટર સહિત સ્થાનિક લોકોએ વોર્ડ ઓફિસે હલ્લાબોલ કર્યું હતું. આગામી દિવસોમાં પણ આવું જ રહેશે. તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી હતી અને હાલાકી નો સામનો કરતા આમ નાગરિક ને જલ્દી રાહત મળે તેવી વ્યવસ્થા કરવા ની રજૂઆત પણ કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com