એગ્રીઅંબ્રેલા, ગ્રીન રીવોલ્યુશન, કૃષિ ઉન્નતિ સહિતની યોજનાઓ અમલી બનાવાશે
વર્ષ ૨૦૨૨ સુધીમાં જગતનાં તાતની આવકને બમણી કરવા કેન્દ્ર સરકારે જુદી જુદી ૧૧ યોજનાઓનું એકીકરણ કરી રૂ.૩૩ હજાર કરોડથી વધુનું ભંડોળ આગામી બે વર્ષમાં ઠાલવનાર હોવાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી રવિશંકર પ્રસાદે દેશનાં ખેડુતોની ઉન્નતિ માટેની કેન્દ્રની યોજના અંગે જણાવ્યું હતુ કે સરકાર ૧૨મી પંચવર્ષિય યોજનાના અંતર્ગત વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૧૯-૨૦ દરમિયાન ખેડુતોની આવક બમણી કરવા લક્ષ્ય નકકી કરાયો છે.
જે અન્વયે કૃષિ છત્ર એટલે કે એગ્રી અંબ્રેલા યોજના હેઠળ સરકાર ગ્રીન રીવોલ્યુશન, કૃષિનોત્તી સહિતની વિવિધ કલ્યાણકારી યોજના હેઠળ ૩૩૨૬૯ કરોડ પીયા ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં ઠાલવશે.
વધુમાં ખેડુતોની આવકમાં બમણાથી વધુ વૃધ્ધિ થાય તે માટે સરકાર ૧૧ જુદી જુદી યોજનાને મર્જ કરી ખેડુતોને ઉત્પાદન ખર્ચમા ઘટાડો થાય અને ઉત્પાદન વદે તે માટે પ્રયત્નશીલ હોવાનું જણાવી કૃષિ ક્ષેત્રે થઈ રહેલા સંશોધનો અને કૃષિ ઉત્પાદનોને યોગ્ય માર્કેટીંગ થકી યોગ્ય ભાવ મળે તેવી વ્યવસ્થા ગોઠવવા ઉપરાંત કૃષિ પેદાશોના પ્રોસસીંગ યુનિટો વિકસાવવા સહિતની બાબતોને વણી લેવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.
આમ કેન્દ્ર સરકાર હાલ આગામી બે વર્ષમાં ખેડુતોની આવક બમણી થાય તે માટે પ્રયત્નશીલ બની ૧૨મી પંચ વર્ષિય યોજનાનો મુખ્ય મુદો કૃષિ વિકાસને બનાવ્યો હોવાનું સ્પષ્ટ બન્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com