વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના ખેડૂતોને નમો એપની મદદથી સંબોધિત કર્યા. તેઓએ કહ્યું કે કર્ણાટકમાં 1 કરોડ ખેડૂતોને મૃદા સ્વાસ્થ્ય કાર્ડ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 24,000 હેકટેર જમીન પર પહેલાં જ લઘુ સિંચાઈ અંતર્ગત લાવવામાં આવી છે. આ દરમિયાન તેઓએ કોંગ્રેસને પણ આડે હાથ લીધું અને કહ્યું કે રાજ્ય સરકારની ઉદાસીનતાના કારણે અહીંના ખેડૂતો વડાપ્રધાન પાક વીમા યોજનાનો લાભ નથી મળથો. PMએ કહ્યું કે યેદિયુરપ્પા એક ખેડૂત નેતા છે અને જનતાએ તેમને CM તરીકે ચૂંટવા જોઈએ.
યેદિયુરપ્પા ખેડૂત છે અને તેમના નેતૃત્વમાં કર્ણાટકના ખેડૂતોને થશે ફાયદો
PM મોદીએ બુધવારે નમો એપથી કર્ણાટકના ખેડૂતો અને ભાજપ કિસાન મોર્ચાના કાર્યકર્તાઓ સાથે વાત કરી.આ દરમિયાન વડાપ્રધાને કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું અને ખેડૂતો પ્રત્યે ઉદાસીન હોવાના આરોપો લગાવ્યાં.PMએ કહ્યું કે યેદિયુરપ્પા એક ખેડૂત છે અને તેમના નેતૃત્વમાં કર્ણાટકના ખેડૂતોને ફાયદો થશે.મોદીએ વધુમાં કહ્યું કે તેમની સરકારે પાકના સમર્થન મૂલ્યમાં દોઢ ગણો વધારો કર્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com