પ્રભારી મંત્રી સૌરભ પટેલે સાતમા પગાર પંચનો રૂ.૧.૧૬ કરોડનો ચેક પાલિકા પ્રમુખને આપ્યો
મોરબી પાલિકાના કર્મચારીઓ લાંબા સમયથી સાતમાં પગારપંચની માંગ સાથે લડત ચલાવી રહ્યા હતા. અંતે તંત્રએ તેઓની માગણી સંતોષી સાતમા પગાર પંચનો ૧લી એપ્રિલથી અમલમાં કરી દીધો છે પ્રભારી મંત્રીએ સાતમા પગારપંચનો રૂ.૧.૧૬ કરોડનો ચેક પાલિકા પ્રમુખને આપ્યો હતો.
મોરબી પાલિકાના કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી સાતમા પગારપંચની માંગ સાથે આંદોલન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે તંત્રએ ઝૂકીને પાલિકાના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. તંત્રએ ૧ એપ્રિલથી પાલિકાના કર્મચારીઓ માટે સાતમા પગાર પંચનો અમલ કરવાની જાહેરાત કરી છે. મોરબી પાલિકાના ૨૬૬ કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળ્યો છે .
ગઈકાલે જળસંચય યોજના અંતર્ગત મોરબી આવેલા પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલે સાતમા પગાર પંચનો રૂ.૧.૧૬ કરોડનો ચેક પાલિકા પ્રમુખને આપ્યો હતો ત્યારે મોરબી પાલિકા યુનિયન વતી નરેન્દ્રસિંહ જાડેજા અને અંજારીયાભાઈએ રૂ.૫૧ હજાર સુજલામ સુફલામ યોજના માટે આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના તબક્કે મોરબી પાલિકા ઉપરાંત ડીસા અને જામજોધપુર એમ રાજ્યની ત્રણ પાલિકામાં સાતમાં પગાર પંચનો અમલ કરાયો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com