ભારતીય ક્રિકેટ ટીમનો ટેસ્ટ ટીમ રૂપે દબદબો યથાવત રહ્યો છે અને મંગળવારે જારી કરવામાં આવેલ આઇસીસી રેન્કિંગમાં ભારત સૌથી વધુ ૧૨૫ અંકો સાથે પોતાના ટોચના સ્થાન પર વધુ મજબૂત થઇ ગયુ છે. આ સાથે જ ભારતીય ટીમને ૧૦ લાખ ડોલરની ઇનામી રકમથી પણ સન્માનિત કરવામાં આવશે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે બીજા નંબરની સાઉથ આફ્રિકા સામે પોતાના રેટિંગ પોઇન્ટનું અંતર ૧૩ પોઇન્ટ ઘટાડીને ટેસ્ટ ટીમ રેંકિંગ તરીકે પોતાનું ટોચનું સ્થાન યથાવત રાખ્યુ છે.યભારત સૌથી વધુ ૧૨૫ રેટિંગ પોઇન્ટ સાથે નંબર વન પર છે જ્યારે સાઉથ આફ્રિકા ૧૧૨ રેટિંગ પોઇન્ટ પર છે.
આઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ૨૦૧૪-૧૫ સત્રના પરિણામોને સામેલ કરવામાં આવ્યા નથીય પરંતુ વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ સત્રના પરિણામોને મહત્વ આપવામાં આવ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા સામે ઘરેલૂ સત્રની સફળ સમાપ્તિ બાદ સાઉથ આફ્રિકા બીજા સ્થાન પર છે પરંતુ નવી સમીક્ષામાં પાંચ અંકોનું નુકસાન થયુ છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે પોતાના સ્થાનોમાં અદલાબદલી કરી છે અને બંને ટીમો હવે ૧૦૬ અને ૧૦૨ અંકો સાથે ત્રીજા અને ક્રમશ ચોથા નંબરે છે. બાંગ્લાદેશની ટીમે વેસ્ટઇન્ડિઝને પાછળ છોડી દીધુ છે અને તે આઠમા ક્રમે પહોંચી ગઇ છે જ્યારે વિંડિઝ ટીમ પહેલા ટેસ્ટ રેંકિંગમાં નવમાં નંબરે છે.
શ્રીલંકા પોતાના છઠ્ઠા ક્રમે છે જ્યારે પાકિસ્તાન બે અંકોના નુકસાનના કારણે સાતમા ક્રમે ખસી ગયુ છે.
આઇસીસી ટેસ્ટ રેંકિંગમાં આ વર્ષે આયરલેન્ડ અને અફઘાનિસ્તાન જેવી નવી ટીમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com