દિવ્ય કેશરી સાપ્તાહીકના તંત્રીની દિવ્ય દ્રષ્ટીથી પતિ, ભાઇ, ભાભી, બહેન સહિતના પરિવાર દ્વારા સમાજમાં બદનામીના હીન કૃત્યથી હેરાનગતિ: ખોટી ફરિયાદમાં ફસાવી તંત્રને ગેર માર્ગે દોર્યાના સમાજ સેવિકા મિનલબેન પંચાલે ‘અબતક’ સમક્ષ ઢાલવી હૈયા વરાળ: ન્યાય માટે લડી લેવાનો નિર્ધાર
સમાજમાં જયારે પોતાના જ પારકા બનીને લડે ત્યારે તેઓ સામે ન્યાય મેળવવો મુશ્કેલ નહી પણ સમાજમાં ટકી રહેવું પણ કઠીન બની જાય છે. પતિ, ભાઇ, ભાભી, બહેન અને સાપ્તાહિકના તંત્રી સામે ન્યાય માટે જંગ છેડનાર હેપ્પી હાર્ટ એનજીઓના ચેર પર્સન મિનલબેન પંચાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ગત તા.૨૭મીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યા બાદ ‘અબતક’ની મુલાકાતે આવી પોતાની દુ:ખ આપવિતી વર્ણવી હતી.
શહેરના પ્રહલાદ પ્લોટ શેરી નંબર ૭-૧૬ના વતની અને હાલ વડોદરા સાંઇ ચોકડી માંજલપુર ખાતે હેપ્પી હાર્ટ નામની એનજીઓ ચલાવતા મિનલબેન પંચાલે સાસરીયા અને પિયરીયાના ત્રાસથી કંટાળી ગત તા.૨૭મીએ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે કરેલા આત્મવિલોપનના પ્રયાસથી હરકતમાં આવેલી પોલીસે જય પીઠવા, વિનોદ ગોહેલ, હિતેશ પિત્રોડા, પાલ દાવડા, કૈયા પીઠવા, પરેશ દાવડા અને અમિત પીઠવા સામે ગુનો નોંધ્યો છે.
અનેક દુ:ખી મહિલાઓને ન્યાય અપાવવામાં અગ્રેસર રહેલી મિનલબેન પંચાલ પોતાને ન્યાય ન મળતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું કહી ‘અબતક’ સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવતા કહ્યું હતું કે પોતાના સુખી દાપ્તય જીવનને બરબાદ કરનાર પોતાનો જેઠ લલિત મનહલલાલ ગોહેલની મુખ્ય ભૂમિકા હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ ઉપરાંત સમાજીક રીતે બદનામ કરવામાં દિવ્ય કેશરી સાપ્તાહીકના તંત્રી પરેશ દાવડા, અશ્ર્વિન ચૌહાણ, ભાવના પંચાલ, ઉર્મિલા ચૌહાણ, ભરત કવા, અશોક સિધ્ધપુરા, મનોજ કવા, વિનોદ ગોહેલ, જય પીઠવા, હિતેશ પિત્રોડા, રાજેન્દ્ર વઢવાણા, રમેશ મિસ્ત્રી, ધીરેન મકવાણા સહિતના શખ્સો દ્વારા ખોટી ફરિયાદમાં ફસાવી પોલીસને ગેર માર્ગે દોર્યાનો આક્ષેપ કર્યો હતો.
સમગ્ર ઘટના પાછળ પ્રહલાત પ્લોટ ખાતેની મિલકતનો છેલ્લા પંદરેક વર્ષથી વિવાદ ચાલતો હોવાનું અને પતિ વિનોદ દ્વારા કરાયેલા હત્યાના પ્રયાસ બાદ સગા ભાઇ સાથે મળી હેરાન પરેશન કરવામાં કોઇ કચાશ છોડી ન હોવાનું કહેતા મિનલબેન પંચાલે પોતાને ફેશબુક, વોટસએપ અને દિવ્ય કેશરી સાપ્તાહીકમાં બદનામ કરવાના કરેલા પ્રયાસ અંગે ન્યાય મેળવવા લડતા હોવાનું જણાવ્યું હતું.
વિકૃત માનસ ધરાવતા ભાઇ જય પીઠવાએ પ્રહલાદ પ્લોટ ખાતેના મકાને અને બાથમમાં સીસીટીવી કેમેરા ગોઠવી પોતાના જ પરિવારની મહિલાઓના બિભત્સ ફોટા મોબાઇલમાં અપલોડ કરી પોતાની સાથે ધરાર અનૈતિક સંબંધ બાંધવાની ફરજ પાડતો હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલુ જ નહી પોતાના ભાઇ નહી પણ સુવર ગણાવતા જય પીઠવાએ પોતાના પિતા પર ખૂની હુમલો કર્યાનો અને માતા પર નિર્લજ્જ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે.
સટ્ટાકાંડ, એમસીએકસ અને જાલીનોટ કૌભાંડના કારોબારમાં સંડોવાયેલા જય પીઠવા સામે ઇડીમાં થયેલી ફરિયાદથી દેશદ્રોહના ગુનામાં સંડોવાયેલા ભાઇ સામે ઇડી દ્વારા તપાસ થઇ હતી લાજવાના બદલે ગાજતા જય પીઠવાએ ખોટી ફરિયાદમાં ફસાવવા દિવ્ય કેશરી સાપ્તાહીકના તંત્રી પરેશ દાવડાની મદદથી ગાંધીગ્રામ અને એ ડિવિઝન પોલીસમાં ખૂનની ધમકી દેવાના ખોટા કેસમાં ફસાવ્યાનું જણાવ્યું હતું. હોસ્પિટલમાં દાખલ માતાની ખબર અંતર પૂછવા આવ્યાના સીસીટીવી ફુટેજ સહિતના પુરાવા હોવા છતાં ખોટી કેસમાં સંડોવી દીધાનું અને દિવ્ય કેશરીમાં બદનામ થયા તે પ્રકારના સમાચાર પ્રસિધ્ધ કર્યાનું કહ્યું હતું.
દિવ્ય કેશરી સાપ્તાહીકના તંત્રી પરેશ દાવડાએ મિનલબેન પંચાલ પાસે રૂ.૧.૫૦ લાખની ખંડણી માગી હતી અને ન આપતા વધુને વધુ વિકૃત રીતે સમાચાર પ્રસિધ્ધ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પરેશ દાવડાએ સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓને બદનામ કરી અનેક મોટી રકમ પડાવ્યાનો તેમજ અનેક બહેન-દિકરીઓની જીંદગી બરબાદ કર્યાનું મિનલબેન પંચાલે જણાવ્યું છે.
પરેશ દાવડા સહિતના શખ્સોએ મિનલબેન પંચાલના મોબાઇલમાં વાત કરી અપહરણ કરી ફાર્મ હાઉસમાં લઇ જઇ ગેંગ રેપ કરવાની ધમકી દીધાનું તેમજ એસિડ છાટી સળગાવી દેવાની ધમકીનું મોબાઇલ રેકોર્ડીગ પોલીસમાં રજુ કર્યુ હોવા છતાં કોઇ સામે પોલીસે કાર્યવાહી કરી ન હોવાથી આત્મવિલોપનની મંજુરી મેળવતી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્ય મંત્રી, પોલીસ કમિશનર અને જિલ્લા કલેકટરને લેખિત જાણ કર્યા બાદ તા.૨૭મીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યાનું કહ્યું હતું.
આત્મવિલોપનના પ્રયાસ બાદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી હજી સુધી કોઇ કાર્યવાહી ન કરી હોવાથી ફરી પોલીસ કમિશનરને રજૂઆત માટે આવ્યાનું અને ન્યાય માટે છેક સુધી લડી લેવાનો નિર્ધાર મિનલબેન પંચાલે ‘અબતક’ સમક્ષ વ્યક્ત કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,