લીંબડી બાર એસોસીએશન દ્રારા જામનગરનાં એડવોકેટ કિરીટભાઇ જોષીની ક્રુર હત્યાની ઘટના ના વિરોધમાં બાઇક રેલી કાઢી લીંબડીના નાયબ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તા.ર૮ નાં રોજ જામનગરના એડવોકેટ કિરીટભાઇ જોષી ની જાહેર રીતે તેમની ઓફીસથી નીચેના ભાગમાં જાહેર રોડ પર છરીનાં ઘા મારી બે સ્કુટર સવારો દ્રારા ક્રુર હત્યા કરવામાં આવેલ.
તેઓને તાત્કાલીક સારવાર અર્થે સ્થાનિક હોસ્પીટલમાં ખસેડતા સારવાર દરમ્યાન તેઓનું અવસાન થયેલ. વકિલાતના વ્યવસાયની સામાજીક સ્તરે મહત્વની ભુમિકા રહેલ છે અને વકિલો સમાજને ન્યાય અપાવવા માટે કાનૂની તેમજ સામાજીક લડત લડતા આવેલ છે
ત્યારે વકિલની સલામતી સામે પ્રશ્ન ઉભો થાય તેવી આ ઘટના સામે આવી છે ત્યારે વકિલને નીડર પણે અને નિષ્પક્ષતાથી પોતાના અસીલનું હિત જાળવવામાં અવરોધ ઉત્પન્ન થાય અને અસામાજીક તત્વો કાયદાના વ્યવસાય પર હાવી થઇ જાય તે સમાજની વ્યવસ્થા માટે હાનીકારક છે. આવા અસામાજીક તત્વોને ગેરકાનૂની રીતે કાયદો હાથમાં લઇ સમાજને બાનમાં લેતા અટકાવવા જરૂરી છે.
આવતા સમયમાં આવા અસામાજીક તત્વો દ્રારા થતી ગેરકાનૂની પ્રવૃતિઓ અટકાવવામાં ન આવે તો સામાન્ય નાગરીકોને જીવન જીવવાનું મુશ્કેલ થઇ શકે છે.
તેથી લીંબડી બાર એસોસીએશન દ્રારા આ ઘટનાને વખોડી કાઢી છે તેમજ જામનગર બાર એસોસીએશનને આ દુ:ખદ સમયમાં સહાનુભુતી સાથે સંપુર્ણ ટેકો જાહેર કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com