સેન્ટ્રલ અમેરિકાના માઇગ્રન્ટ્સ સોમવારે મેક્સિકો બોર્ડર પર સેલિબ્રેશન કરતાં જોવા મળ્યા. રવિવારે સાન ડિયાગો પહોંચેલા 200 માઇગ્રન્ટ્સમાંથી આઠ માઇગ્રન્ટ્સને આજે અમેરિકામાં કાયદેસર રીતે આશ્રય મળી ગયો છે. અન્ય 150 જેટલાં માઇગ્રન્ટ્સ ‘Sí se pufgdo! (હા અમે કરી શકીએ છીએ) કહીને ઉત્સાહમાં આવી ગયા હતા. એક મહિનાની લાંબી મુસાફરી બાદ આ માઇગ્રન્ટ્સ સાન સિડ્રો બોર્ડર ક્રોસિંગ પહોંચ્યા હતા. ત્રણ મહિલાઓ તેમના 4 બાળકો અને 18 વર્ષીય યુવકને અમેરિકામાં કાયદેસરનો આશ્રય મળી ગયો છે. બીજી તરફ, પ્રેસિડન્ટ ટ્રમ્પે નબળાં ઇમિગ્રેશન લૉનો ફાયદો ઉઠાવવા માટેની આ પ્રક્રિયાને બંધ કરવાનો ઉલ્લેખ કરતી ટ્વીટ કરી હતી. (USમાં પ્રવેશ માટે નિરાશ્રિતોના મરણિયાં પ્રયાસ, બોર્ડર ફેન્સ પર ચઢ્યા
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com