ખાદ્ય પર્દાોથોંની આયાત-નિકાસમાં બાધા‚પ પ્રક્રિયાને સરળ કરવા ફૂડ અને કસ્ટમને સરકારની તાકીદ
મોદી સરકાર ઈઝી ડુઈંગ બિઝનેશ તરફ સતત પગલા લઈ રહી છે. જેના ભાગ‚પે હવે ખાદ્ય પદાથોં ની આયાત-નિકાસમાં ચાલતી લાંબી પ્રક્રિયાઓને સરળ અને ઝડપી બનાવવા સરકારે એફએસએસએઆઈ અને કસ્ટમને તાકીદ કરી છે. ફૂડ પ્રોડકટસની આયાત-નિકાસની પ્રક્રિયા ૪૮ કલાકમાં પૂર્ણ કરવામાં આવે તેવુ સુચન અપાયું છે.
હાલ ફૂડના ક્ધસાઈન્મેન્ટને કલીયરન્સ મળતા ૬ થી ૮ દિવસ જેટલો સમય લાગે છે. આ સમયગાળો ઘટાડીને ૪૮ કલાક કરવાની તૈયારી સરકારની છે. રિસ્ક મેનેજમેન્ટ સીસ્ટમ અંતર્ગત એફએસએસએઆઈને પણ કલીયરન્સ આપવાની સત્તા છે જેના હેઠળ એફએસએસએઆઈ ક્ધસાઈમેન્ટના દરેક પેપર તપાશે છે. પરિણામે આ પ્રક્રિયા લાંબો સમય માંગી લે છે. ઈઝી ડુઈંગ બિઝનેશમાં પરવાનગી મામલે ઝડપી પ્રક્રિયા થાય તે ખૂબજ જરૂરી છે.
ખાદ્ય પર્દાોનો બગાડ ઝડપી તો હોય છે. માટે ૬ થી ૭ દિવસની જગ્યાએ ૪૮ કલાકમાં આયાત-નિકાસ માટેનું કલીયરન્સ મળી જાય તે ખૂબજ જરૂરી છે. અગાઉ પણ સરકારે આયાત-નિકાસમાં સરળતા રહે તે માટે ધારા-ધોરણો હળવા કર્યા હતા. ચાલુ વર્ષે ખાદ્ય પર્દાોની આયાત-નિકાસની પ્રક્રિયા સરળ અને ઝડપી બને તે માટે મોદી સરકારે તમામ મંત્રાલયને સુચન કર્યું છે.
વૈશ્ર્વિક કક્ષાએ ઈઝી ડુઈંગ બિઝનેશમાં ભારતનો ક્રમ ૧૦૦મો છે. તાજેતરમાં આ ક્રમમાં સુધારો યો હતો. જો કે, ર્અતંત્રની અનુકુળતા માટે હજુ ઘણા સુધારાની જરૂરીયાત છે જેના હેઠળ સરકાર ફૂડકાર્ગો માટે કલીયરન્સનો સમય ઓછો બગડે તે માટે એફએસએસએઆઈ અને કસ્ટમને તાકીદ કરી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com