જીનીંગમાં ૪૦ ટકાથી વધુ વિજળીનો બચાવ કરતી ટેકનોલોજીની શોધ
સરકારની ઈચ્છા-શકિત, ટેકનીકલ નવી પઘ્ધતિ અને મેકિંગ સેન્ટરનો સહકાર હોય તો જીનીંગ ઉધોગ હરણફાળ ભરી શકે. અત્યારે કપડા માણસનો શોખ બની ગયા છે અને માણસો કપડાથી જ ઓળખાય રહ્યા છે છતાં પણ જીનીંગ ઉધોગની હાલત કેમ એન.પી.એ.માં પ્રવર્તી છે તો તેના કારણો શું? જીનીંગ ઉધોગ સૌરાષ્ટ્રમાં લગભગ ૩૦% થી ૪૦% જેટલી જીનીંગ મીલ જ કાર્યરત છે.
જીનીંગ મીલની હાલત સૌરાષ્ટ્રમાં જયારે પતનના આરે છે. ત્યારે ‘અટીરા’ ‘ધ અઝમદાબાદ ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીસ રીસર્ચ એસોસીએશન’ દ્વારા ૪૦% ઓછો વિજળી વપરાશ તેવી મશીનરીની શોધ ૧ વર્ષના રિસર્ચ કર્યા બાદ શોધવામાં આવી છે. રાજય દ્વારા ઈમ્પ્રુવમેન્ટ માટેના પગલા હવે લેવા જોઈએ હાલમાં જે ટેકનોલોજી વપરાય છે. તે ૩૦ વર્ષ જૂની છે. તેના ફેરફારની જ‚ર છે. આર.એમ. શંકર કે જે અટીરાનાં પ્રીન્સીપલ સાઈન્ટીફીક છે. તેમણે જણાવ્યું કે અલગ અલગ ભાગને ચાલુ રાખવા કોમ્પલેક્ષ પાર્ટની સંખ્યામાં ઘટાડો કરી તેની પ્રક્રિયાને વધુ સારી બનાવવાનાં પ્રયત્નો કર્યા છે.
આ પ્રોજેકટ પૂરો કરવામાં ૧૦ મહિના અટીરાના સંશોધકોએ સંશોધન કરેલું છે. ઉપરાંત વૈજ્ઞાનીકોના મતે ટેકનોલોજીમાં સુધારો કરવાથી જાળવણીમાં સરળતા રહેશે. ઉત્પાદનમાં વધારો થશે અને મુવીંગ પાર્ટમાં ઘટાડો થશે. તો સ્પેરપાર્ટમાં પણ ઘટાડો જોવા મળશે. પરિણામે જાળવણી ખર્ચ પણ ૪૦% ઘટી જશે. અત્યારે જીનીંગમીલમાં જે મશીનરી ઉપલબ્ધ છે તે ૧ કલાકમાં ૭૦ કિલો ઉત્પાદન આપે છે.પરંતુ આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી ૨૮% ઉત્પાદનમાં વધારો થશે. ઉત્પાદન ૧ કલાકમાં ૯૦કીલો થઈ શકે સરવાળે લાભ થઈ શકે તેવું અટીરાનું કહેવું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com