બોલબાલા ટ્રસ્ટ દ્વારા જેતપુરની ચેતના ટોકીઝમાં “નારી તું નારાયણી અંગે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહેનો-દિકરીઓ-માતાઓ માટે “સ્વની ઓળખ મળે તેમજ તેમને સમાજમાં પોતાની ઓળખ બનાવવા આરોગ્યની જાળવણી, પેરેન્ટીંગ-બાળ ઉછેર ૧૮ વર્ષ, ખુશ રહેવાની કળા તેમજ સ્વાવલંબન પ્રોજેકટ અંગેની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ૭૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો. જેમાં વકતા તરીકે હેમલબેન, મૌલેશ દવે, ઓજસ્વિની ફાઉન્ડેશન, બીનાબેન દેત્રોજા, વકતવ્યમાં નારી તું નારાયણીથી શક્તિ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જેતપુર બોલબાલાના કાર્યકર્તા રાજકોટ બોલબાલા સ્ટાફ તેમજ ઓજસ્વિની ફાઉન્ડેશનની ટીમે સહયોગ આપ્યો હતો. તેમ જયેશ ઉપાધ્યાયની યાદીમાં જણાવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com