અમેરીકન ઈન્ડીય ફાઉન્ડેશનના ડિજિટલ ઈકવિલાઈઝર પ્રોગ્રામ દ્વારા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટના સહયોગથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નં.૮માં સમર ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઈવેન્ટમાં ગાંધીનગરથી તજજ્ઞો દ્વારા સાયન્સના પ્રયોગોમાં સોલાર સ્ટ્રીટલાઈટ હેન્ડ પંપ હિટર અને ડોર આલારામ્સ તેનો ઉપયોગ અને બનાવવા માટે શું જરૂર પડે છે તે કયા સિધ્ધાંત પર કામ કરે છે. તેના વિશે સૈધ્ધાંતિક સમજ આપવામાં આવી હતી.
સમર ઈવેન્ટમાં જુદી જુદી ૧૦ શાળાઓનાંકુલ ૬૦ બાળકોએ તેનો લાભ લીધો હતો. ડીઝીટલ ઈકવીલાઈઝર પ્રોગ્રામના પ્રોજેકટ મેનેજર શંકર શર્મા, રીઝનલ ઓફીસર હાર્દિક સોનછાત્રા ટ્રેનર ચંદુભાઈ રાઠોડ, તજજ્ઞહેમંત પાલીવાલ તથા સ્ટાફ મિત્રો અને શાળા નં. ૮ના સ્ટાફ મીત્રો ઉપસ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com