રાજકોટ, અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોમાં અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ: ગ્લોબલ વોર્મિંગી ગરમીનો પારો એકા એક ઉંચો ચઢયો
વિશ્ર્વમાં ગ્લોબલ વોર્મિંગની ભયંકર અસરો દેખાવાનું શરૂ થઈ ગયું છે. હાલ ભારતમાં અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ તશ ગુજરાતમાં ગરમીનો પારો ખૂબજ વધુ છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ભારત રેગીસ્તાનમાં પરિવર્તીત ઈ જશે તેવી દહેશત છે.
નાસાના કોર્ડડ ફલાઈટ સેન્ટરે તાજેતરમાં અવકાશમાંથી ભારતની તસ્વીરો લીધી હતી. જેમાં ધરતી તપતી હોય તેવા પુરાવા મળી આવ્યા છે. ભારતની ધરતી પર વધુ તાપમાન ગ્લોબલ વોર્મિંગની અસર છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ભૂજળ ઓછુ ઈ રહ્યું છે. ઉપરાંત ઋતુઓમાં પણ ફેરફાર જોવા મળી રહ્યાં છે. ચાલુ વર્ષે પ્રિ-મોન્સુન એકટીવીટી પણ વહેલી શરૂ થઈ ચૂકી છે. મે મહિનાના પ્રમ અઠવાડિયામાં જ વરસાદ પડે તેવી ધારણા છે.
ચાલુ અઠવાડિયે રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડા સહિતના શહેરોમાં ખૂબ જ તાપ વરસ્યો છે. તાપમાનનો પારો ૪૩ ડિગ્રી નજીક પહોંચી ગયો છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં એકાએક ઘટાડો અને વધારો જોવા મળ્યો છે. મૌસમનો સમયગાળો પણ એકાએક બદલાઈ રહ્યો છે. રાજકોટ, અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગાંધીનગર સહિતના શહેરોમાં લઘુતમ તાપમાન ૪૧ થી ૪૩ ડિગ્રી સુધી છે. ગરમીનો પારો ઉંચો રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લાખો લોકોને ગરમીની અસર જોવા મળી રહી છે. હાલ તો નાસાની તસ્વીરમાં દેખાતા ધબ્બા અન્ય કારણોસર યા હોવાનું માનવામાં આવે છે.
અલબત દેશમાં બહોળા પ્રમાણમાં ગ્લોબલ વોર્મિંગની અસર હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. ચાલુ વર્ષે મે મહિનામાં ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદમાં અનિશ્ર્ચિતતા જોવા મળશે ? તે અંગે ચર્ચા ચાલી રહી છે. પ્રિ-મોન્સુન એકટીવીટીના કારણે વરસાદ વહેલો થઈ શકે તેવી શકયતા છે. વિશ્ર્વના ઉત્તર ધ્રુવમાં ગરમીના કારણે બરફ ઓગળી રહ્યો છે ત્યારે ક્યાંક એકાએક ઠંડી પડી રહી છે. તાજેતરમાં રશિયામાં આંખની પાપણ પણ જામી જાય તેવી ઠંડી પડી હતી. સાઉદી અરેબીયામાં ગરમીનો પારો નીચે જઈ રહ્યો છે. આ સમગ્ર ફેરફારો વાતાવરણની અનિશ્ર્ચિતતા એટલે કે ગ્લોબલ વોર્મિંગના કારણે જોવા મળી રહી છે. જેની સૌથી ખરાબ અસર ભારતને થશે તેવી દહેશત છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com