બૌદ્ધિસત્વ આંબેડકર બૌઘ્ધ વિહાર ટ્રસ્ટનું આયોજન: ભીમક્રાંતિ ગીતોનો કાર્યક્રમ, મહાપ્રસાદ અને દાતાઓનો સન્માન સમારોહ યોજાશે
બૌધીસત્વ આંબેડકર બૌઘ્ધ વિહાર ટ્રસ્ટ દ્વારા આગામી સોમવારે ભગવાન બુઘ્ધની ૨૫૬૨મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. જેમાં શોભાયાત્રા, મહાપ્રસાદ તેમજ ભીમક્રાંતી ગીતોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે વિસ્તૃત વિગત આપવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સોમવારે શોભાયાત્રાની શઆત કોઠારીયા ગામ ખાતેથી સવારે ૮ કલાકે થશે અને ત્યાંથી કોઠારીયા રોડ આંબેડકરભવન થઈને ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, સિવિલ હોસ્પિટલ ચોક પહોંચશે જયાં બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી જયુબેલીબાગ મહાત્મા ફુલેની પ્રતિમાને ફુલહાર કરી ત્રિકોણબાગ થઈને ૧૫૦ ફુટ રીંગ રોડે બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી મવડી ચોકડી, નાનામવા ચોકડી, કેકેવી હોલ, કાલાવડ રોડ મોટામવા કણકોટ પાટીયા, બુઘ્ધ વિહાર ખાતે શોભાયાત્રા પૂર્ણ રાજકોટ શહેરની જનતા ટ પ્રમાણે શોભાયાત્રામાં જોડાશે અને વિસ્તારોમાં શોભાયાત્રાનું સ્વાગત પણ કરશે.
ઉપરાંત આવતીકાલે રાત્રે ૮ કલાકે સંઘ સાથે ભોજનનું આયોજન અને રાત્રે ૯ કલાકે બુઘ્ધ-ક્રાંતી ગીતોનો કાર્યક્રમ જેમાં ગાયક કલાકાર પ્રખ્યાત ભજનીક વિજયભાઈ ચૌહાણ અને તેમની પુરી ટીમ હાજરી આપશે. સોમવારે બપોરે ૧૨ કલાકે શોભાયાત્રા બાદ ભોજનની વ્યવસ્થા પણ કરેલ છે અને સાંજે ૬ કલાકે વિહાર નિર્માણમાં મદદ કરનાર દાતાઓનું સન્માન અને રાત્રે ૮ કલાકે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ મહોત્સવને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ મોહનભાઈ રાખૈયા, મહામંત્રી ડાયાભાઈ શેઠિયા, ખજાનચી રવજીભાઈ પરમાર, રમેશભાઈ મકવાણા, જીતેન્દ્ર મહિડા, ગૌતમ ચકવર્તી, છગનભાઈ ચાવડા, નાનજીભાઈ, અશોકભાઈ સિંધવ, હિતેષ રાઠોડ, કાનાભાઈ રાખસીયા, રાજાભાઈ વાઘેલા, મનોજ ચૌહાણ, ખોડાભાઈ રાઠોડ, પુનાભાઈ સોલંકી, બૌઘ્ધીરાજ બૌઘ્ધ, વલ્લભભાઈ દેંગડા, રમેશભાઈ મુંધવા, મનુભાઈ પરમાર વગેરે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com