બાઇકને આંતરી પાઇપ વડે માર મારી રૂ. ૫૫ હજારની મત્તાની લુંટ ચલાવનારની શોધખોળ
ચોટીલા તાલુકાના થાન નજીક આવેલા નવાગામ નજીક એઆરપી મેનના બાઇકને પાચેક શખ્સોએ આંતરી પિતા-પુત્ર પર પાઇપ વડે હુમલો કરી રૂ પપ હજારની લુંટ ચલાવી હતી. ઘવાયેલા પિતા-પુત્રને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી મળતી વિગત મુજબ થાનમાં દલીતવાસમાં રહેતા અને પાલનપુર એસ.આર.પી. ગ્રુપ-૩ માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કમલશે અરવિંદભાઇ પરમાર (ઉ.વ.૩૨) કારખાનમાં મજુરીએ ગયેલા પોતાના પિતા અરવિંદભાઇ ધનાભાઇ પરમાર (ઉ.વ.૪૮) ને બાઇક પર બેસાડી પરત આવતો હતો. ત્યારે નવાગામ નજીક સંજય ભરત કાઠી, નરેશ દિનુ ઘાધલ અને ત્રણેક અજાણ્યા શખ્સો બાઇકમાં ધસી આવ્યા હતા. અને એસઆરપી મેનના બાઇકને આંતરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી પાઇપ વતી પિતા-પુત્રને માર માર્યો હતો ઘવાયેલા બંનેને સારવાર અર્થે થાન બાદ વધુ સારવાર અર્થે અહીંની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસની પ્રાથમીક પુછતાછમાં ઇજાગ્રસ્ત એસઆરપી મેન અને તેના પિતાને માર મારી સોનાનો ચેન, વીંટી અને રૂ ૧૦,૭૦૦ ની રોકડ મળી કુલ રૂ પપ હજાનરની મતા લુંટી ચલાવી હોવાનું જાણવા મળ્યું છે. થાન પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com