આગામી ૧૪ જૂનથી ભારતમાં અફઘાનિસ્તાન એની સૌપ્રથમ ટેસ્ટ રમશે, પરંતુ વિરાટ કોહલી એ સમયે કાઉન્ટી-ક્રિકેટ રમવા ઇંગ્લેન્ડ ગયો હશે એટલે અફઘાનીઓને વર્તમાન ક્રિકેટજગતના સર્વશ્રેષ્ઠ મનાતા બેટ્સમેન સામે રમવાનો મોકો નહીં મળી શકે.
જોકે, એવું મનાય છે કે ભારતીય ક્રિકેટ બોર્ડની ઇચ્છા કોહલી આ એકમાત્ર ટેસ્ટમાં રમે એવી છે.
ક્રિકેટ બોર્ડનું સંચાલન સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેટર્સ (સીઓએ) કરે છે અને આ સમિતિના સભ્યોનું માનવું છે કે ભારતનો મિત્ર-દેશ અફઘાનિસ્તાન પોતાની ટીમને સૌપ્રથમ ટેસ્ટ રમવા ભારત મોકલે ત્યારે ભારતીય ટીમમાં તમામ ટેસ્ટ-સ્પેશિયલિસ્ટો હોવા જોઈએ અને એ જોતાં એ ટીમનું સુકાન કોહલીએ જ લેવું જોઈએ.
સમિતિનું માનવું છે કે જો કોહલી અફઘાનીઓ સામેની આ ટેસ્ટમાં નહીં રમે તો એ હરીફ ટીમનું અપમાન થયું કહેવાશે અને મુખ્ય ખેલાડીઓ ઐતિહાસિક મેચમાં ન રમે એવી ખોટી પ્રથા પણ પડી જશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com