કેન્દ્ર સરકારની ‘અડોપ્ટ અ હેરિટેજ’ યોજના હેઠળ મુગલ બાદશાહ શાહજહાંએ બનાવડાવેલો ઐતિહાસિક લાલ કિલ્લો ડાલમિયા ગ્રુપે દત્તક લઇ લીધો છે. દેશની આ ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે ડાલમિયા ગ્રુપે 25 કરોડ રૂપિયાની ડીલ કરી છે. આ રીતે ઐતિહાસિક સ્મારક દત્તક લેનાર તે ભારતનું પહેલું કોર્પોરેટ હાઉસ બની ગયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ડાલમિયા ગ્રુપે આ કોન્ટ્રાક્ટ 5 વર્ષ માટે ઇન્ડિગો એરલાઇન્સ અને જીએમઆર ગ્રુપને હરાવીને જીત્યો છે.
લાલ કિલ્લા પછી ‘અડોપ્ટ અ હેરિટેજ’ હેઠળ ટુંક સમયમાં જ તાજમહેલને દત્તક લેવાની પ્રક્રિયા પણ પૂરી થઇ જશે. તાજમહેલને દત્તક લેવા માટે જીએમઆર સ્પોર્ટ્સ અને આઇટીસી છેલ્લા તબક્કામાં છે.
સરકારે ‘અડોપ્ટ અ હેરિટેજ’ સ્કીમ સપ્ટેમ્બર 2017માં લોન્ચ કરી હતી. દેશભરના 100 ઐતિહાસિક સ્મારકો માટે આ સ્કીમ લાગુ કરવામાં આવી છે.
ડાલમિયા ગ્રુપ શક્યતઃ 23 મેથી કામ પણ શરૂ કરવાની પ્રક્રિયામાં લાગી જશે. જોકે, 15 ઓગસ્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પહેલા જૂલાઈમાં ડાલમિયા ગ્રુપને લાલકિલ્લો ફરીથી સિક્યોરિટી એજન્સીઓને આપી દેવો પડશે. ત્યારબાદ ગ્રુપ લાલકિલ્લાને પોતાના હાથમાં લઇ લેશે.ઉલ્લેખનીય કે ભારતને આઝાદી મળ્યા પછી દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસે દેશના વડાપ્રધાન ત્રિરંગો લહેરાવીને આઝાદીનો જશ્ન મનાવે છે. લાલકિલ્લા પરથી વડાપ્રધાન દેશને સંબોધન કરે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com