સોશિયલ મીડિયાના માધ્યમનો ગેરઉપયોગ કરનાર ડેટા ચોર ફેસબૂકે વિશ્ર્વસનિયતા ગુમાવતા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં ફેસબુકનું કહેવું છે કે ડેટાનો ગેરઉપયોગ ત્રીજી પાર્ટીને કારણે ઈ રહ્યો છે. બની શકે છે કે મીડિયાએ પણ ત્રક્ષજી પાર્ટી સો મળીને આવું કર્યું હોય, ડેટા લીક તથા ફેસબૂકે આરોપ ઢોળવાનું કામ શરૂ કર્યુ છે. ત્રીજી પાર્ટી દ્વારા થતી પ્રવૃતિી અમારી બ્રાન્ડ પર અસર પડે છે.
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબૂકે પોતાના રોકાણકારોને ફરી એકવાર એલર્ટ જાહેર કરતા કહ્યું છે કે ભવિષ્યમાં હજુ વધુ ડેટા લીક જેવી ઘટના સામે આવી શકે છે. જે કંપનીની છબી અને તેની પ્રતિષ્ઠાને નુકાસન પહોંચાડી શકે છે. ફેસબૂકે આ ખૂલાસો અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને સોંપેલા એક રિપોર્ટમાં કર્યો છે. જોકે આ ડેટા લીકની ચેતવણીમાં કેંબ્રિજ એન્ટાલિકાનું નામ લેવામાં આવ્યું નથી.
પોતાના રિપોર્ટમાં કંપનીએ કહ્યું કે, સેફ્ટી અને કંટેટ રિવ્યુ માટે મોટી રકમ ખર્ચ કરવામાં આવી રહી છે. જેનાથી ડેટાના ખોટા ઉપયોગને રોકી શકાય. ફેસબુક મુજબ મીડિયા અને થર્ડ પાર્ટી તરફથી આ પ્રકારની ઘટાનાઓ અને શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવી છે.
ફેસબુકે પોતાના રોકાણકારોને ચેતવ્યા છે કે ડેટા લીક જેવા બીજા પણ મામલા ભવિષ્યમાં સામે આવી શકે છે. કેટલાક તત્વો દ્વારા કંપનીની પોલિસીની વિરુદ્ધ ડેટાનો ખોટી રીતે ઉપયોગ થઈ શકે છે. જેમાં ચૂંટણી કેમ્પેઇન, વણ જોઈતી જાહેરાત અને ખોટી સૂચનાઓ દેવા માટે આ ડેટાનો ઉપયોગ સામે આવી શકે છે.
જો આવું થશે તો અમારા યુઝર્સનો ભરોસો સ્વાભાવિક રીતે જ ઓછો થશે તેમજ બિઝનેસ પર પણ અસર પડી શકે છે. તો ડેટા લીકના કારણે કંપનીની મુશ્કેલીઓ વધી શકે છે. તેમજ પેનલ્ટીના કારણે કંપનીને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com