વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસ દરમિયાન વુહાનમાં ભારતના વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રવાસને સફળ અને સકારાત્મક ગણાવ્યો. મીડિયાને સંબોધિત કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પ્રવાસ દરમિયાન બંને દેશોની વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના મુદ્દે વાતચીત થઈ.
વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને દેશોની વચ્ચે વાતચીત ઘણી સકારાત્મક રહી. આ વાતચીત બંને દેશોના સંબંધોમાં મજબૂતી લાવશે અને સાથોસાથ વેપાર અને પર્યટનના મુદ્દે પણ વાતચીત થઈ.
વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે બંને દેશ સીમા પર શાંતિ ઈચ્છે છે. તેઓએ કહ્યું કે ટૂંક સમયમાં બંને દેશ મળી વિવાદ અને ઘર્ષણના મુદ્દાને ઉકેલ લાવશે. વિદેશ સચિવે જણાવ્યું કે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત થઈ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com