જામનગરની નવેક વર્ષની બાળા પર અસહ્ય ત્રાસ વર્તાવનાર સાવકા પિતા તથા બહેનની પોલીસે ધરપકડ કર્યા પછી આરોપી યુવતીએ જામીન મુક્ત થવા કરેલી અરજી પોક્સો અદાલતે ફગાવી દીધી છે.
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી નવેક વર્ષની એક બાળાને દોઢેક મહિના પહેલા અત્યંત ઈજા પામેલી હાલતમાં તેણીનો સાવકો ભાઈ અન્ય એક વ્યક્તિ સાથે જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યો હતો જ્યાં ફરજ પરના પોલીસ સ્ટાફે આ બાળાની હાલત જોઈ શંકા વ્યકત કર્યા પછી તે બાળાનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. આ કેસની તપાસ શરૃ કરાતા તે બાળા પર સાવકા ભાઈએ અવારનવાર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય ગુજાર્યાનું અને આ બાળાને તેણીના સાવકા પિતા ચેતન કલ્યાણી અને સાવકી બહેન નેહલે અસહ્ય ત્રાસ આપ્યાની વિગતો પ્રકાશમાં આવતા જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અરેરાટી વ્યાપી હતી.
ત્યાર પછી પોલીસે આરોપી સાવકા પિતા ચેતન તથા સાવકી બહેન નેહલ કલ્યાણીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા પછી આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. આરોપીઓ પૈકીની સાવકી બહેન નેહલે જામીન મુક્ત થવા માટે નગરની પોક્સો અદાલતમાં અરજી કરી હતી તેની સામે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ કરેલી દલીલો અને પુરાવાઓ ધ્યાને લઈ અદાલતે આરોપી યુવતીની જામીન અરજી ફગાવી દીધી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com