છ દાયકાથી જૂનાગઢની બજારમાં વડીલોએ જમાવેલી પેઢીનું ફુલેકુ ફેરવી રાજકોટમાં ધંધો સેટ કર્યો
જુનાગઢના રાજા ઈલેકટ્રોનીકસના માલિક નીતિન રાજાએ તાજેતરમાં ૫૫ જેટલા સગા સંબંધીઓ પાસેથી હાથ ઉછીના પૈસા લઈ હાથ ઉંચા કરી દઈ આપઘાતના રોદણા રોઈ પોલીસ સમક્ષ સંબંધમાં હાથ ઉછીના પૈસા આપનારાઓ સામે વ્યાજખોરોનું આળ મુકનાર ખોટો હોય તેવું જુનાગઢ પોલીસ વડાએ જણાવ્યું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
જુનાગઢના વ્યાપારી ક્ષેત્રે દબદબો ધરાવનાર નીતિન રાજાએ બે વર્ષમાં ૫૫ લોકો પાસેથી ૬ કરોડ ઉછીના લઈ હવે ગામ છોડી દઈ આ ઉછીના દેનારા લોકોને વ્યાજખોર ગણાવી તેની વિરુઘ્ધ પોલીસમાં અરજી કરતા એસપીએ નીતિન રાજાને જ જવાબદાર ઠરાવી તપાસ હાથધરી છે તો બીજી તરફ ચેક રીટર્નની ફરિયાદો વચ્ચે તેણે મોટી રકમ રાજકોટમાં રોકી દીધાની વિગતો બહાર આવી છે. આ પ્રકરણમાં જુનાગઢ જીલ્લા પોલીસ વડા નીલેશ ઝાઝડીયાએ જણાવ્યું હતું કે, નીતિનભાઈ રાજાની તપાસ પોલીસ ચલાવી રહી છે. પણ પ્રાથમિક તબકકામાં તેને ઘણા બધા લોકોએ હાથ ઉછીના પૈસા આપ્યા છે. આ પ્રકરણમાં વ્યાજખોરી છે કે કેમ તે તપાસ કરવાની બાકી છે.
પ્રાથમિક તબકકામાં કુટુંબ પોત જવાબદાર છે અને તેના કુટુંબીઓ-મિત્રોએ મદદ કરવાના આશયથી મોટી રકમો હાથ ઉછીના આપી હોવાનું લાગે છે.
૬ દાયકાથી જુનાગઢમાં ઈલેકટ્રીક માલ-સામાનો વ્યાપાર કરતી પેઢી રાજા ઈલેકટ્રીક સ્ટોરના મુખ્ય સંચાલક નીતિનભાઈ રાજા પરીવારની દુકાન બંધ કરી ગયા છે. આ પરીવાર પાસે તેની કુટુંબના નજીકના સગા-સંબંધીઓ એજ ૮૦ લાખ જેવી રકમ હાથ ઉછીની આપી છે. જેમાં તેના પિતરાઈ ભાઈ-બહેનો અંગત સગા-સંબંધીઓનો સમાવેશ થાય છે.
આ શખ્સે સહાય કરનારાઓને વ્યાજખોર ચિતરતા આવા લોકોએ જણાવ્યું હતું કે, તા.૧૮મી એપ્રિલે થયેલી અરજીથી અમારે આપઘાત કરવાની નોબત આવી છે પોતે ગામ છોડી ગયો છે. ચેક રીટર્નનની ફરિયાદો થઈ છે અને હવે ખોટા રોહણા રોવે છે જયારે મીડિયાને એક યાક કરેલી અરજીથી ગેરમાર્ગે દોર્યા છે આ શખ્સને ફોન પણ બંધ રાખ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com