ઈન્દુ મલ્હોત્રાએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા
ઇંદુ મલ્હોત્રાએ આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. ઉલ્લેખનીય છે કે ઇંદુ મલ્હોત્રા સીધા સુપ્રીમ કોર્ટના જજ બનનારા પહેલા મહિલા વકીલ છે. તેમનો જન્મ 14 માર્ચ, 1956ના રોજ બેંગલુરૂમાં થયો હતો. તેઓ સુપ્રીમ કોર્ટના જજ બનનાર છઠ્ઠી મહિલા છે. તેમના પિતા સુપ્રીમ કોર્ટમાં વકીલ હતા. સુપ્રીમ કોર્ટમાં શરૂના 39 વર્ષોમાં કોઇ મહિલા જજ ન હતી.
Indu Malhotra sworn in as Supreme Court judge, she was administered oath of office by Chief Justice of India (CJI) Dipak Misra. pic.twitter.com/OvX22R1Dpe
— ANI (@ANI) April 27, 2018
1989માં ફાતિમા બીબીને સુપ્રીમ કોર્ટના પહેલા મહિલા જજ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જસ્ટિસ સુજાતા મનોહર, જસ્ટિસ રૂમા પાલ, જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રા અને જસ્ટિસ રંજના દેસાઇને સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com