એક વધુ લો સ્કોરિંગ મેચમાં હૈદરાબાદના બોલરોએ આફ્રિન કરીદ એ તેવી બોલિંગ કરીને કિંગ્સ ઇલેવન પંજાબને હરાવીને રોમાંચક જીત હાંસલ કરી
હૈદરાબાદે પોતાની ઘાતક બોલિંગથી લો સ્કોરિંગ મેચને રોમાંચક બનાવી દીધી હતી., અને છેલ્લી ઓવરમાં મેચ જીતવા KXIPને 15 રનની જરૂર હતી. બાસિલ થમ્પીને છેલ્લી ઓવરની જવાબદારી આપવામાં આવી હતી, છેલ્લી ઓવરમાં તેને માત્ર એક રન ખર્ચ કરીને અંકિત રાજપૂતને ક્લિન બોલ્ડ કરીને ટીમને જીત અપાવી દીધી હતી. રાશિદખાન એકવાર ફરીથી હૈદરાબાદ તરફથી સ્ટાર બોલર રહ્યો હતો જેણે 4 ઓવરમાં ફક્ત 19 રન આપી 3 વિકેટ પોતાના નામે કરી છે.
હૈદરાબાદની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને પંજાબને 133 રનનો લો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ક્રિસ ગેલ અને રાહુલે પહેલી વિકેટ માટે 50 રનની પાર્ટનરશીપ કરી હતી, તે સમયે એવું લાગી રહ્યું હતું કે અહીથી પંજાબ સરળતાથી જીતી જશે. જોકે, રશીદ ખાને લોકેશની વિકેટ નિકાળી પછી તો પંજાબની વિકેટોની લાઈન લાગી ગઈ હતી. લોકેશ રાહુલ પછી બાસીલ થમ્પીએ ક્રિસ ગેલને આઉટ કર્યો ત્યાર પછી તો હૈદરાબાદના બોલર્સ ઉત્સાહમાં આવી ગયા હતા.
ત્યાર બાદ હૈદરાબાદે ઘાતક બોલિંગ સાથે પંજાબને 119 રને તંબુ ભેગી કરીને 13 રને જીત મેળવી લીધી હતી.
લો-સ્કોરિંગ મેચમાં હૈદરાબાદના બોલર્સે પણ શાનદાર પરફોર્મ કરતા પંજાબની 5 વિકેટ 88 રનમાં પાડી દીધી હતીઅગરવાલના સ્વરૂપમાં 3જી વિકેટ પડ્યા બાદ કરુણ નાયર પણ 13 રન ફટકારીને આઉટ થયો હતો. એટલું જ નહીં, ફિન્ચ પણ એક સિક્સ ફટકારીને શાકિબના બોલે લોંગ ઓન પર પાંડેના હાથે ઝડપાઈ ગયો હતો. ફિન્ચે 4 બોલમાં 8 રન કર્યા હતા. હવે મેચ અત્યંત રસપ્રદ તબક્કે આવી ગઈ છે અને કોઈ પણ ટીમ જીતી શકે તેમ છે. મનોજ તિવારીની સાથે KXIPનો સુકાની આર અશ્વિન રમતમાં જોડાયો હતો.
જે ઘડીએ એવું લાગતું હતું કે મયંક અગરવાલ અને કરુણ નાયર બાજી ખેંચી જશે અને KXIP આસાનીથી મેચ જીતી જશે ત્યાં જ અગરવાલ શાકિબની ઓવરમાં એક અત્યંત જોખમી અને બેજવાબદાર શોટ ફટકારીને લોંગ ઓન પર પાંડેના હાથે ઝિલાઈ ગયો હતો. અગરવાલે 15 બોલમાં 12 રન કર્યા હતા. આ સમયે 12 રને રમી રહેલા નાયરની સાથે અત્યાર સુધી સદંતર ફ્લોપ રહેલો એરોન ફિન્ચ રમતમાં જોડાયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com