નરેન્દ્ર મોદી ગુરૂવારે ચીનની મુલાકાતે જવા રવાના થઈ રહ્યાં છે. ડોકલામ વિવાદ પછી તેઓ બીજી વખત ચીન જઈ રહ્યાં છે. તેઓ શુક્રવાર અને શનિવારનાં રોજ ચીનમાં રહેશે. મોદી અને જિનપિંગ વચ્ચે મધ્ય ચીનના વુહાન શહેરમાં મુલાકાત થશે. તેમની આ મુલાકાતની તુલના 1988માં રાજીવ ગાંધી એ કરેલી ચીન યાત્રા સાથે કરવામાં આવી રહી છે. ત્યારે 1962ના ભારત-ચીન યુદ્ધના 26 વર્ષ પછી રાજીવે બંને દેશના સંબંધ વચ્ચે આવેલી ખટાસને દૂર કરવાના પ્રયાસ કર્યા હતા. ડેંગ શિયાઓપિંગ સાથેની તેમની મુલાકાત ઘણા તબક્કે સફળ રહી હતી. ત્યારે મોદીની મુલાકાતને લઈને પણ આજ આશા છે. મોદી અને રાજીવની મુલાકાત એક જ ફર્ક છે કે મોદીની યાત્રા, રાજીવની મુલાકાતથી ઘણી જ અનસ્ટ્રકચર્ડ છે.
Prime Minister Narendra Modi leaves for Wuhan, #China. He will hold an informal meeting with Chinese President Xi Jinping on 27th & 28th April. pic.twitter.com/uG39OpddIA
— ANI (@ANI) April 26, 2018
1962માં ભારત-ચીન યુદ્ધ થયું હતું. 26 વર્ષ પછી 1988માં બંને દેશના સંબંધોમાં આવેલી ખટાસને દૂર કરવા માટે રાજીવ ગાંધી બેઇજિંગ પહોંચ્યા હતા. ગત વર્ષે જૂનમાં ડોકલામ વિવાદ થયો. 72 દિવસ સુધી બંને દેશની સેના આમનેસામને રહી. સપ્ટેમ્બર આ વિવાદ ખત્મ થયો હોવાનો દાવો કરાયો. જો કે આ મુદ્દે હજુ પણ ઉતાર ચડાવ જોવા મળી રહ્યાં છે. માનવામાં આવે છે કે મોદી આને દૂર કરવાના પ્રયાસ કરશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com