મનમંદિર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શહેરમાં અનેકવિધ સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્ર હેઠળ સંસ્થા દ્વારા કેન્સર હોસ્પિટલમાં ટિફીન સેવા આપવામાં આવી રહી છે. જેનો લાભ લઇ દરરોજ અનેક દર્દીઓ પોતાની જઠરાગ્ની ઠારે છે. જમવાનું તૈયાર કરવાથી લઇને દર્દીઓ સુધી ટિફીન પહોંચાડવા સુધીની કામગીરી સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
મનમંદિર એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના ૨૦૦૧માં થઇ હતી. ત્યારથી આજ સુધી સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકાર્યો કરવામાં આવ્યા છે. આ સાથે સંસ્થાની ઘણી સેવાઓ આજ સુધી ચાલુ છે. મનમંદિર એજ્યુકેશન ટ્રસ્ટની ટિફીન સેવા દરરોજ અંદાજે ૭૦ થી ૮૦ ગરીબ દર્દીઓની જઠરાગ્યની ઠારે છે. કેન્સર હોસ્પિટલ ખાતે ગરીબ દર્દીઓને સરળતાથી જમવાનું મળી રહે તે હેતુથી મનમંદિર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દર્દીઓને ટિફીન આપવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલમાં આગલે દિવસે દર્દીઓનું નામ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. જેટલા દર્દીઓનું નામ રજીસ્ટ્રેશન થાય તે પ્રમાણે બીજા દિવસે દર્દીઓને ટિફીનનું વિતરણ કરવામાં આવે છે. મનમંદિર એજ્યુકેશન ટ્રસ્ટની આ ટિફીન સેવાનો દરરોજ ૭૦ થી ૮૦ ગરીબ દર્દીઓ લાભ લે છે. પ્રમુખ ભગતભાઇ કે. ગઢવી અને ઉપપ્રમુખ શૈલેષભાઇ સી. કવાડના માર્ગદર્શન હેઠળ મનમંદિર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટિફીન સેવા ઉપરાંત અન્ય પણ ઘણા સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com