ન્યાયતંત્રની સિસ્ટમ વિરૂધ્ધ કામ કરનાર સામે કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી
લોકશાહી પધ્ધતિમાં લોકોને જનરલી અપેક્ષા હોય છેકે લોકોને ન્યાયતંત્રમાંથી ન્યાય મળે સિવીલ કોર્ટ, લેબર કોર્ટના કાયદા તથા પધ્ધતિ અલગ પ્રકારની હોય છે. મજૂર અદાલત લોકોની પ્રેકિટકલ માંગ સ્વીકારી ને મજૂરને ન્યાય મળે તે માટે કાર્યરત હોય છે. તથા સીવીલ કોર્ટમાં ક્રાઈમ ને લગતી બાબતમાં ન્યાય મળે તે માટે કાર્યરત હોય છે.
જિલ્લા સેવા સદનમાં એક જજ સામે લેબર લોઝ પ્રેકટીશનર્સ એસો. દ્વારા ધરણા હાથ ધરવામાં આવ્યા છે. આજે ધારાસભ્ય ગોવિંદ પટેલે છાવણીની મુલાકાત દરમિયાન જણાવ્યું હતુ કે ન્યાયતંત્રની સિસ્ટમ વિરૂધ્ધ કામ કરનાર સામે પગલા લેવામાં આવે તેથી વકીલોને હૈયા ધારણા આપી હતી.
છેલ્લા ચાર દિવસથી ધરણા પર બેઠેલા વકીલોના પ્રશ્ર્નનું વહેલી તકે તેનું નિરાકરણ આવે તે માટે પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.
ધરણા અંગેની વધુ માહિતી આપતા ગીરીશ કે. ભટ્ટ જણાવ્યું છે કે, દરેક ડિસ્ટ્રીકટમાં ચાલતી લેબર જયુરીસ્ટીક છે, કુલ પાંચ કોર્ટ સાથે હજી સુધી કયારેય વિવાદક થયો નથી. પરંતુ તેમનો સંઘર્ષ ધણા સમયથી જજ બી.ડી. પરમાર સાથે થયા છે. જેણે વિરોધમાં તેઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે.
વિરોધની વાત હાઈકોર્ટની રજીસ્ટર જેમની પાસે વહીવટી સતા છે તેમના સુધી પહોચાડી છે. તથા આ બાબત પણ ગંભીરતાથી લેવામાં આવી છે. તથા આ બાબતની લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે.
વકીલોનું કહેવું છે કે કોઈએ વ્યકિત સાથે વિરોધ નથી પરંતુ એક જજ તરીકે જેવું વર્તન કરવું જોઈએ તેઓએ રીતે વર્તન નથી કરતા જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ પ્રકારની કોર્ટ ફી હોતી નથી કોર્ટ ફી ભર્યા વગર કેસ ચલાવાના હોય છે. કોઈ વર્કર ગેરહાજર હોય તો તેનો રાઈટ કલોઝ કરવામા આવે છે. તથા ખર્ચની રકમ ગુજરાત સરકારમાં જમા કરાવવામાં આવે છે. સામાન્ય રીતે ગુજરાત સરકારનું ખાતુ કયારેય કોર્ટમં નથી હોતુ, પરંતુ જજ તથા લેબરકોર્ટના ખાતા હોય છે. તથા ખર્ચની રકમ જ તેમા જમા થઈ શકે, તેવી ગોઠવણ હોય છે.
જયારે ખર્ચની રકમ જમાં કરાવવા જાય છે.ત્યારે એકાઉન્ટન્ટ દ્વારા તે રકમ સ્વીકારવામાં આવતી નથી જેથી વારંવાર અરજી થાય અને હુકમ સુધારવામાં આવે છે. કે તે રકમ જજ લેબરકોર્ટની ખાતામાં આપવામાં આવે છે.
જયુડીશરી તથા સરકાર અલગ હોવાથી સામાન્ય રીતે આ હુકમ વ્યાજબી નથી. જેને કારણે વિરોધ થઈ રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com