સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમની જસ્ટિસ કે એમ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ પરત કરી દીધી છે. કોલેજિયમને તેની પર ફરી વિચાર કરવા કહેવામાં આવ્યું છે. કોંગ્રેસે જસ્ટિસ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ ન બનાવવા પર કહ્યું કે, મોદી સરકાર દેશના સૌથી સિનિયર મુખ્ય ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટ ન મોકલીને બદલાનું રાજકારણ કરી રહી છે. બીજી તરફ, સીનિયર વકીલ ઈન્દુ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કરી દેવામાં આવ્યા. આ નિયુક્તિની વિરુદ્ધ સીનિયર વકીલ ઈન્દિરા જયસિંહે રોક લગાવવાની અપીલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી.
Supreme Court refused to stay the appointment of Indu Malhotra as a Supreme Court Judge, when senior advocate Indira Jaising pleaded for a stay, on the ground that Centre has stalled the appointment of Uttarakhand Chief Justice KM Joseph. pic.twitter.com/OQE2gjphvE
— ANI (@ANI) April 26, 2018
રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે, ભારતની કાયદાકિય વ્યવસ્થા પર સૌથી મોટો હુમલો કરવામાં આવી રહ્યો છે. જો દેશ તેની વિરુદ્ધ નહીં ઊભો રહે તો તે લોકતંત્રને ખતમ કરી દેશે. ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જોસેફ દેશના સૌથી સિનિયર મુખ્ય ન્યાયાધિશ છે, તેમ છતાંય મોદી સરકાર તેમને સુપ્રીમ કોર્ટમાં મોકલવાનો વિરોધ કરી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com